અમદાવાદઃ અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં કાકા પર થયેલા હુમલાની અદાવત રાખીને હત્યાને (Murder Case in Ahmedabad ) અંજામ આપનારા ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ ઘટનામાં મૃતક પોતે આરોપી હોવાથી થોડા સમય પહેલા જ પાસા ભોગવી અમદાવાદમાં આવ્યો હતો અને પૈસાની માંગ કરી યુવક પર હુમલો કરતા મારામારી થઈ હતી.
પોલીસે આરોપીને ઝડપી લીધો -રખિયાલ પોલીસની (Rakhiyal Police) ગીરફ્તમાં દેખાતા (Gomtipur Youth arrest in Murder case) આ ઈસમનું નામ છે તબરેજખાન ઉર્ફે તબ્બુ પઠાણ. આરોપીએ 19 વર્ષની ઉમરે હત્યાને અંજામ આપ્યો હોવાથી તેને જેલનાં સળીયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા અશરફઅલી અંસારી પાસેથી મૃતક હૈદરઅલીએ ઉછીના 5 હજાર રૂપિયા માંગ્યા હતાં. જોકે તેઓએ પૈસા આપવાની ના પાડતા હૈદરઅલીએ તેઓને શરીરનાં ભાગે ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયો હતો.જે અંગેની જાણ અશરફઅલીનાં ભત્રીજા તબરેજખાનને થતાં તે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં આરોપી હૈદરઅલી દેખાતા તેને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
સીસીટીવી મળ્યાં - મહત્વનુ્ં છે કે હત્યાની (Murder Case in Ahmedabad ) સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (Murder CCTV) થઈ ગઈ હતી. જે અંગે ફરિયાદ નોંધાતા જ પોલીસ તપાસમાં લાગી હતી. તેવામાં પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી હત્યા કરીને ઉત્તરપ્રદેશ ફરાર થવાની ફિરાકમાં હતો. જેથી રખિયાલ પોલીસે મેમ્કો ચાર રસ્તા પાસેથી ઉત્તરપ્રદેશ માટે રવાના થનારી બસમાંથી હત્યારા તબરેજખાન પઠાણની ધરપકડ (Gomtipur Youth arrest in Murder case) કરી છે.
આ પણ વાંચોઃ Clash In Ahmedabad: ધૂળેટી પર રંગ નાંખવા બાબતે જૂથ અથડામણ, 6 આરોપીની ધરપકડ અને 10 ફરાર
હૈદરઅલીનો ગુનાહિત ભૂતકાળ- પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક હૈદરઅલી અગાઉ મારામારી સહિતના અનેક ગુનામાં પકડાઈ ચુક્યો છે અને પાસાની સજા ભોગવીને થોડા સમય પહેલા જ વિસ્તારમાં આવ્યો હતો. વિસ્તારમાં આવતાની સાથે જ ગુનાહિત પ્રવૃતિ આચરવાનું શરૂ કર્યું હતું. હાલ તો આ મામલે પકડાયેલા આરોપી તબરેજખાનની વધુ પૂછપરછ રખિયાલ પોલીસે શરૂ કરી છે. ત્યારે કાકા પર થયેલા હુમલા (Murder Case in Ahmedabad ) પાછળ જ આ હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણો છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.