અમદાવાદ: વિશ્વની પ્રથમ અને એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) અને GMR એવિએશન એકેડેમી (GMRAA)(NFSU and GMR Aviation Academy) સાથે મળીને ફોરેન્સિક્સ અને એવિએશન સાયબર સિક્યોરિટીના(Forensics and Aviation Cyber Security) ક્ષેત્રમાં વિકાસ-વિસ્તરણ અને શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે સંયુક્ત રીતે કાર્ય કરશે. આ શૈક્ષણિક કાર્યક્રમોનો હેતુ દેશમાં સાયબર સિક્યોરિટી અને ફોરેન્સિક પ્રોફેશનલ્સની માંગને પૂર્ણ કરવાનો છે. આ ઉમદા ઉદ્દેશ્યને પૂર્ણ કરવા GMRAA દ્વારા NFSU સાથે 12 જુલાઈ, 2022ના રોજ નવી દિલ્હીમાં સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.
સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા - પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર-NFSU, ગાંધીનગર અને પારુલ કુલશ્રેષ્ઠ, હેડ, GMR એવિએશન એકેડમીએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, ઇન્ચાર્જ કુલપતિ-NFSU(Chancellor in charge NFSU), ડૉ. અશ્વિની લોહાની, CEO-GMR સર્વિસિસ બિઝનેસ, રાહુલ શાંડિલ્ય, ગ્રુપ CIO-GMR એરપોર્ટ અને બિથલ ભારદ્વાજ, ગ્રુપ CISO-GMR એરપોર્ટ લિ. ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: MOU between NFSU Vedanta: બન્ને સંસ્થાઓ સાથે મળીને કયા કયા ક્ષેત્રમાં કરશે સંશોધન? જાણો
ઉડ્ડયન ઉદ્યોગ સાયબર હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ છે - GMR સર્વિસીસ બિઝનેસના CEO અશ્વની લોહાણીએ જણાવ્યું હતું ,કે ઉડ્ડયન ક્ષેત્રે ટેક્નોલોજી અને ડિજિટાઇઝેશનને પરિણામે ઘણા લાભ પ્રાપ્ત થયા છે. જોકે, સાથોસાથ સાયબર સંબંધી નવા પડકારો પણ ઊભા થયા છે. ઉડ્ડયન ઉદ્યોગ સાયબર હુમલા ખોરો માટે સોફ્ટ ટાર્ગેટ છે. COVID-19 મહામારી બાદ સાયબર હુમલાઓમાં અનેકગણો વધારો થયો છે. તેને કારણે આ ક્ષેત્રે સાયબર સુરક્ષા સંબંધી ફોરેન્સિક નિષ્ણાતોની માંગ(Demand for forensic experts) વધી રહી છે. બીજું કારણ એ પણ છે કે, અત્યારે દેશ અને દુનિયામાં કુશળ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ(Cyber Security Expert) અને ફોરેન્સિક્સ નિષ્ણાતોની ભારે અછત છે ત્યારે ભવિષ્યમાં સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સ માટે વિશાળ તકો આ ક્ષેત્રે પ્રાપ્ત થશે અને કૌશલ્યયુક્ત માનવબળનું સર્જન થશે.
એવિએશન ફોરેન્સિક ક્ષેત્રે નવી તકો સર્જાશે પૂર્વી પોખરિયાલ - NFSU, ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) પૂર્વી પોખરિયાલે જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને GMR એવિએશન એકેડેમી વચ્ચેનો કરાર એવિએશન ફોરેન્સિક ક્ષેત્રે નવી તકો સર્જશે. NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસની દૂરદર્શિતા ફોરેન્સિક ક્ષમતાઓ વધારવાની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ દ્વિપક્ષીય સહયોગ વિદ્યાર્થીઓ અને સંશોધન કરનારાઓને સાયબર સુરક્ષા અને ઉડ્ડયન ક્ષેત્રે GMRમાં ઇન્ટર્નશીપનો અવસર પૂરો પાડશે. ભવિષ્યમાં સંયુક્ત પ્રમાણપત્ર અને તાલીમ અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: SAC અને NFSU વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી કરાર થયા
આ સમજૂતી કરાર હેઠળ GMRAA અને NFSU જે કાર્યો સંયુક્ત રીતે કરશે, તે આ મુજબ છેઃ
- NFSUના Ph.D. વિદ્યાર્થીઓ માટે GMRAA પ્રાયોજિત ફેલોશિપ/સ્કોલર પ્રોગ્રામ હેઠળ ઉડ્ડયન સાયબર સુરક્ષા ક્ષેત્રે સંશોધન અને વિકાસ (R&D)ની તક મળશે.
- એમ.ટેક. માટે GMRAA-ઈન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ ઉડ્ડયન સાયબર સુરક્ષા અને ફોરેન્સિક્સના ક્ષેત્રમાં NFSUમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે GMRના એરપોર્ટ પર વર્ષભર ઓનસાઇટ એવિએશન સાયબર સિક્યોરિટી અને ફોરેન્સિક્સનો અનુભવ મળી શકશે.
- હૈદરાબાદમાં એનએફએસયુ-પ્રમાણિત સંશોધન કેન્દ્રની સ્થાપના કરાશે. NFSUના પીએચ.ડી. વિદ્યાર્થીઓને એવિએશન ફોરેન્સિક્સ અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રે વિશિષ્ટ તક.
- GMRAA અને NFSU સંયુક્ત રીતે એવિએશન ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા પ્રમાણપત્ર અભ્યાસક્રમો વિકસાવશે.
- બી.ટેક.માટે દેશની કોલેજો સાથે શૈક્ષણિક સહયોગ કરાશે.
- ઉડ્ડયન ઉદ્યોગ ક્ષેત્રે એવિએશન સાયબર સિક્યોરિટી માટે વિશિષ્ટ સેવાઓ પુરી પાડવામાં આવશે.