ETV Bharat / city

AMTSના 1600 જેટલા સ્ટાફમાંથી મોટાભાગના લોકોએ લીધી રસી

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કોરોનાની સામે રાહત મળતા વધુમાં વધુ લોકોને વેક્સીન મળી શકે તે માટેના સરકારના પ્રયત્નો છે. આજે અમદાવાદના AMTS બસના ડ્રાઇવર અને કંડકટરને વેક્સીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300 જેટલા કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

AMTSના 1600 જેટલા સ્ટાફમાંથી મોટાભાગના લોકોએ લીધી રસી
AMTSના 1600 જેટલા સ્ટાફમાંથી મોટાભાગના લોકોએ લીધી રસી
author img

By

Published : May 31, 2021, 3:50 PM IST

  • AMTS ટૂંક સમયમાં ફરી થઇ શકે છે શરુ
  • AMTSના મોટાભાગના સ્ટાફ સભ્યોએ લીધી વેક્સીન
  • અગાઉ ST બસ સેવા પણ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી

    અમદાવાદઃ ઉલ્લેખનીય છે કે હવે કે જયારે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ AMTS અને BRTSની બસ ફરીવાર શરુ થાય તેવી શક્યતાઓ છે. એવામાં જરૂરી છે કે કોરોનાની બીજી અસર ફરીવાર ન વર્તાય તે માટે આજે જમાલપુરના AMTS વર્કશોપ ખાતે વેક્સીનનું આયોજન કરવામાં આવ્યું હતું.
    આજે અમદાવાદના AMTS બસના ડ્રાઇવર અને કંડકટરને વેક્સીન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું

    1600થી પણ વધુ સ્ટાફને અપાઈ રહી છે વેક્સીન

    મહત્વનું છે કે AMTSના સ્ટાફને વેક્સીન મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. અહીં વેક્સીન લેવા આવનારા લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. AMTSના કુલ 1600 સ્ટાફમાંથી મોટાભાગના લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ ચુક્યો છે. એક અંદાજ મુજબ AMTSની બસ શરુ થાય તે પહેલા જ મોટાભાગના સ્ટાફને વેક્સીન મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ: Work in Progress , દિલ્હી હાઈકોર્ટે ફગાવી અરજી

અગાઉ પણ AMTSના સ્ટાફને થઇ ચૂક્યો છે કોરોના

વેક્સીન લેવા આવનારા સ્ટાફમાં પણ વેક્સીનને લઇ સારી જાગૃતિ જોવા મળી હતી. તેમણે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે વેક્સીન લેવી જરૂરી છે. એનાથી કોઈ ગંભીર અસર વર્તાતી નથી. અહીં મહત્વનું છે કે અગાઉ પણ AMTSના મોટાભાગના સ્ટાફને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. વળી આગામી સમયમાં કે જયારે બસ સેવા ફરીથી શરુ કરાશે, ત્યારે મુસાફરોમાંથી સ્ટાફને અને સ્ટાફમાંથી મુસાફરોમાં સંક્ર્મણ ન ફેલાય તે માટે વેક્સીન આપવીએ પ્રાથમિકતા રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.