અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલે કોરોના મહામારી સામે લડવા વધુ સઘન રણનીતિ બનાવી છે. કોર્પોરેશનને કોરોના સામે લડવાની માહિતી બીજા વર્ગમાં સરળતાથી પહોંચાડવા માટે પાલડીમાં મુખ્ય કંટ્રોલરૃમ ઉભો કર્યો છે ઉપરાંત સાત ઝોનમાં કંટ્રોલ રૂમ અને શહેરના ૪૮ વોર્ડમાં પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયાં છે.
એક વોર્ડમાં પોઝિટિવ વ્યક્તિ આવે તો દરેક વોર્ડમાં સંપર્કમાં આવેલા વ્યક્તિને શોધી કઢાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ માટે તમામ કંટ્રોલ રૂમ ધમધમતાં રહેશે. કોરોનાને મ્હાત કરવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલે સક્રિયતા વધારી છે અને તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમ ઉભા કર્યા છે.