ETV Bharat / city

કોંગ્રેસમાં ફરી ભડકો, NSUIના 750થી વધુ કાર્યકરોએ ધર્યાં રાજીનામાં

ગુજરાતમાં આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનારી 6 કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારો પત્રો ભરવાનો આજે શનિવારે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે, ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે જે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગી ગઈ હતી, તેમને કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી. જેને લઇને NSUIના 750થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

ETV BHARAT
NSUIના 750થી વધુ કાર્યકરોએ ધર્યાં રાજીનામાં
author img

By

Published : Feb 6, 2021, 6:49 PM IST

  • કોંગ્રેસનો ડર સાચો પડ્યો!
  • NSUIના કાર્યકતાનું કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન
  • કોંગ્રેસના ઉમેદવાર કયા વોર્ડમાં ચૂંટણી લડશે તેને લઈ પક્ષ અસમંજસમાં

અમદાવાદઃ શનિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારીપત્રનો છેલ્લો દિવસ હોવા છતાં શુક્રવાર સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નહોતી. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા દાવેદારો સાથે અન્ય પાર્ટીઓને પણ કોંગ્રેસની યાદીને લઈને ઉત્સુક્તા જોવા મળી રહી હતી. જો કે, કહેવાય છે કે, શુક્રવારે મોડી સાંજે હાઈ કમાન્ડ દ્વારા આવા લોકોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી.

કોંગ્રેસના ઉમેદવાર કયા વોર્ડમાંથી લડશે ચૂંટણી?

  1. ચાંદખેડા વોર્ડઃ રાજશ્રી કેસરી, કેતન દેસાઈ, દિનેશ શર્મા, પ્રજ્ઞાબેન પટેલ
  2. ઈન્દ્રપુરી વોર્ડઃ પ્રવિણ પટેલ, મનિષ પટેલ, નૈના પંચાલ અને બબૂ પરમાર
  3. બોડકદેવ વોર્ડઃ નિમેષકુમાર શાહ, વિરમ દેસાઈ, ચેતના શર્મા અને જાનકી પટેલ
  4. વેજલપુર વોર્ડઃ મહેશ ઠાકોર અને સુનિલ જિકાર
  5. બાપુનગર વોર્ડઃ જેડી પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર અને હેતલ પંચાલ
  6. ઈસનપુર વોર્ડઃ જાગેશ ઠાકોર, નૈમેશ પટેલ, ગંગા મકવાણા અને સવિતા પટેલ
  7. લાંભા વોર્ડઃ મેહુલ ભરવાડ, મનુ સોલંકી, હેતલ સડાત, સોનલ ઠાકોર
  8. ઓઢવઃ બૈરવા પટેલ, જિમિષ ગોહિલ, હંસા લખતરિયા અને વિષ્ણુ દેસાઈ
  9. ખાડિયા વોર્ડઃ દેવર્ષિ શાહ, ઈલિયાઝ ખાન પઠાણ, અર્પણાં ઠક્કર, રઝિયાબાનુ સૈયદ
  10. દરિયાપુર વોર્ડઃ નિરવ બક્ષી, માધુરી કલાપી, સમીરા શેખ, ઈમ્તિયાઝ હુસૈન શેખ
  11. વિરાટનગર વોર્ડઃ રણજિત બારડ, શાંતિલાલ સોજીત્રા, કૈલાસ વાઘેલા

આ યાદી જાહેર થતાં જ કોંગ્રેસને કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડી શકે, તેવો ડર પહેલાથી જ હતો. જેથી કોંગ્રેસે શુક્રવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની જાહેરાત વિના જે-તે ઉમેદવારને વોર્ડમાંથી ટિકિટ આપી છે. આવા ઉમેદવારોને બારોબાર મેન્ડેટ આપી જાણ કરી તેમને આજે શનિવારે ફોર્મ ભરવા જણાવ્યું હતું છે.

પાર્ટીના સ્થાનિક કાર્યકરોમાં જ નારાજગી

કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આટલું જ નહીં, પાર્ટીમાં પણ આંતરિક મતભેદો સપાટી પર આવવા લાગ્યા હતા. આ આશંકાને પગલે જ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારીપત્રના અંતિમ દિવસે ઉમેદવારોને બારોબાર મેન્ડેટ આપવાનું નક્કી કર્યું હતું.

ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પર સંગીન આરોપ

કોંગ્રેસનો ડર સાચો હોય તેમ છેલ્લી ઘડીએ બારોબાર મેન્ડેટ આપી દેવામાં આવતા NSUIના અનેક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. NSUIના કાર્યકર્તાઓને ટિકિટ નહીં મળતાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું હતું. આટલું જ નહીં, NSUI દ્વારા અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પર ટિકિટ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે જ ટિકિટ ફાળવણીથી નારાજ NSUIના 750થી વધુ કાર્યકર્તાઓએ પોતાના રાજીનામાં ધરી દીધાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.