ETV Bharat / city

રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે સ્ટાફનું સ્ક્રીનિંગ કરાયું

અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની પણ હવે હોમ ડિલિવરી થઇ શકશે. જેથી હોમ ડિલિવરી કરનારી એજન્સીઓના 500થી વધારે સ્ટાફનું સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્ક્રીનિંગ કરાયું હતું.

author img

By

Published : May 12, 2020, 3:03 PM IST

ETV BHARAT
રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે સ્ટાફનું સ્ક્રીનીંગ કરાયું

અમદાવાદઃ સોમવારે ગુજરાતના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ ચલણી નોટો અને કોઈ પણ ડિલિવરીના માધ્યમથી કોરોનાનો ફેલાવો અટકાવવા માટે 15મી મેથી UPI અને અન્ય પ્લેટફોર્મ પાસેથી તમામ હોમ ડિલિવરી પર ડિજિટલ ચૂકવણી કરવાની રહેશે. જેથી રોકડા રૂપિયા સ્વીકારવામાં આવશે નહીં. સરકારે તમામ રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓને તેમના સ્ટાફનું 100 ટકા સ્ક્રીનિંગ કરવા માટે કહ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 100 ટીમો બનાવશે, જે ઓનલાઇન ચૂકવણી એપ્લિકેશન સાથે દૂધ, ફળો, શાકભાજી અને કરિયાણાના 17,000 રિટેલ આઉટલેટ્સને જોડવામાં મદદ કરશે.

હોમ ડિલીવરી કરનારા વ્યક્તિઓને સાત દિવસ માટે આરોગ્ય કાર્ડ આપવામાં આવશે અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ ઉપરાંત, હેન્ડ ગ્લોવ્સ, સ્વચ્છતા ટોપીઓ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવું પડશે. જેને અનુલક્ષીને મંગળવારે ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે ડિલિવરી સ્ટાફનું સ્ક્રીનીંગ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરાયું હતું.

અમદાવાદમાં કોરોના વાઇરસના 334 ‘સુપર સ્પ્રેડર્સ’ની જાણ થયા બાદ ગ્રોસરી અને શાકભાજીની દુકાનો 15 મે સુધીમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નવા 268 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે 19 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે. મૃત્યુ પામનારા દર્દીઓમાં 13 પુરૂષો અને 6 મહિલાઓ છે. આ સાથે દર્દીઓનો કુલ આંકડો 6086નો થયો છે અને મૃત્યુની સંખ્યા 400 સુધી પહોંચી ગઈ છે. જ્યારે નવા 109 ડિસ્ચાર્જ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની કુલ સંખ્યા 1,482 થઇ છે. નવા નોંધાયેલા દર્દીઓ મધ્ય ઝોનના અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, સરસપુર, ગોમતીપુર જેવા રેડઝોન ઉપરાંત અન્ય તમામ વિસ્તારોમાં વત્તાઓછા પ્રમાણમાં નોંધાયા છે. બીજી તરફ કેન્દ્રએ જાહેર કરેલી નવી નીતિના કારણે દર્દીઓના ડિસ્ચાર્જનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.