- સામાન્ય વરસાદમાં અમદાવાદમાં 30 ઝાડ ધરાશાયી
- માનપાએ પ્રિ મોન્સૂનની કામગીરીમાં 7 હજાર ઝાડનું ટ્રીમિંગ કર્યું
- હજી દરેક ઝોનમાં ઝાડ ટ્રીમિંગ કરવાની કામગીરી ચાલુ
અમદાવાદ: તૌકતે વાવઝોડાને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે થયેલા સામાન્ય વરસાદમાં શહેરમાં 30 ઝાડ ધરાશાયી થયા છે. જેમાંથી મોટા ભાગના શહેરના મધ્ય ઝોનમાં એટલે કે કોટ વિસ્તારમાંથી પડ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ આંકડા માત્ર અમદાવાદ ફાયર વિભાગને આવેલા કોલને આધારે છે.
આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લામાં દરીયાકાંઠાના 99 ગામોના 3,073 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા
ગીતા મંદિર પાસે મહાન ઉપર ઝાડ પડ્યું
મહત્વનું છે કે ગીતા મંદિર પાસે આવેલા પઠાણની ચાલી પાસે એક મકાન ઉપર ઝાડ પડતા દીવાલ ધરસાઈ થઈ હતી. જો કે સદ્ભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ ઉપરાંત પાલડી, જમાલપુર, બહેરામપુરા, ગીતામંદિર પાસે પણ ઝાડ પડ્યા હતા. જો કે ફાયર વિભાગે આ માટેનો કોલ મળતા રેસ્ક્યુ ટીમે ઝાડને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગ્રીરી કરી હતી.