- જવેલર્સ એસોસિએશન એક દિવસ પ્રતીક હડતાળ
- ગુજરાતમાંથી 3 લાખ વેપારીઓ હડતાળ પર
- HUIDના વિરોધમાં એક દિવસની પ્રતીક હડતાળ
અમદાવાદઃ સોનાના દાગીના પર હવેથી ફરજિયાત bureau of indian standard હોલમાર્કિંગ યૂનિક આઈડી લગાવવાના નવા નિયમનો જ્વેલર્સ એસોસિએેશન અને જ્વેલર્સ સાથે જોડાયેલા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે નવા નિયમોના અમલીકરણના વિરોધમાં દેશભરમાં એક દિવસની પ્રતીક હડતાળ નોંધાવી છે આજે અમદાવાદના દસ હજાર જ્યારે ગુજરાતના ત્રણ લાખથી પણ વધુ નાના મોટા જવેલર્સ હડતાળમાં જોડાયા છે.
કેન્દ્રીય પ્રધાનને લખેલા પત્રમાં શું જણાવ્યું?
ગુજરાત જ્વેલર્સ એસોસિએેશનના પ્રમુખ ઝવેરી ભાઈએ કેન્દ્રીય પ્રધાનને પત્ર લખીને હોલમાર્કિંગના અમલ સહિતના સાત જેટલા મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં હોલમાર્કિંગ પોઈન્ટ ઓફ સેલ પર લાગુ કરવા જણાવ્યું છે. પત્રમાં વેપારીના ગુના માટે નોંધણી રદ કરવાની જોગવાઈ જ્વેલર્સ ઉદ્યોગ માટે હાનિકારક બનશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે બેરોજગારી વધશે .અમદાવાદ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું કે આ ઉદ્યોગ દેશની જીડીપીમાં 6 થી 7 ટકાનું યોગદાન આપે છે અને રોજગારીમાં સૌથી મોટા ઉત્પાદકોનું એક ઉત્પાદન ક્ષેત્ર છે આ મુદ્દાને જલ્દીથી ઉકેલવામાં નહીં આવે તો ઉદ્યોગ ખરાબ રીતે પડી ભાંગશે અને લાખો લોકોની આજીવિકાને પણ ગંભીર અસર પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે રજિસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઈઓ, ઝડતી લેવી અને જપ્તી કરવાનું તત્વ આખરે ઉદ્યોગોમાં ઇન્સ્પેક્ટર રાજ લાવશે જે નીતિ એમ.એસ.એમ.ઈ જ્વેલર્સ અને ગ્રાહકોને હેરાનગતિ તરફ દોરી શકે છે.
HUIDનો જવેલર્સ શા માટે કરી રહ્યાં છે વિરોધ?
16 જુન 2021 થી 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેમાં માર્કિંગ કરતા કેન્દ્રોની મર્યાદિત સંખ્યાને લઇ આ વર્ષના ઉત્પાદનને પહોંચી વળવા માટે લગભગ 800 દિવસ અથવા 3 થી 4 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે. હાલમાં લાગુ થયેલી માર્કિંગ પદ્ધતિ 5 થી 10 દિવસનો સમય લે છે. પરિણામે જ્વેલરી ઉદ્યોગ ઉપર વિપરીત અસર વર્તાતા વ્યાવસાયિકો તેમજ કારીગરોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. આવી પ્રક્રિયામાં જ્વેલરી જે વેચાણ કરે છે. તેમાં કાપવા, ઓગાળવા અને સ્ક્રેપિંગની આ પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ જ્વેલરીને નુકસાન થતું હોય ત્યારે હોલમાર્કિંગ પ્રક્રિયા નકામી જાય છે.આ પદ્ધતિ ગ્રાહકો સાથેની મૈત્રી પૂર્ણ આત્મીય સેવાઓને દૂર કરે છે.
HUID શું છે?
HUID એટલે હોલમાર્ક યૂનિક આઇડેન્ટિફિકેશન આ એક અલગ ઓળખ બનાવવા માટે જવેલરીના દરેક ભાગ પર 6-અંકનો આલ્ફાન્યુમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે. 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલમાર્ક જવેલરી વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ તેની સાથે HUID દાખલ કરવામાં આવ્યું છે.
HUIDનો શું છે ફાયદો?
HUID પાસે જ્વેલરીની તમામ માહિતી હશે જેમ કે તેના ઉત્પાદક કોણ છે તેનું વજન શું છે જ્વેલરી શું છે કોને વેચવામાં આવ્યાં હતાં વગેરે.. દેશભરમાં 15મી જૂને થી 14,18 અને 22 કેરેટના સોનાના ઘરેણાં પર બીઆઈએસ હોલમાર્ક એક ફરજિયાત કરાયું છે એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી પણ અટકાવી શકાશે.
એક દિવસની હડતાળ પાછળ જેવલર્સને કેટલું નુકસાન
જ્વેલર્સ એસોસિએેશન સાથે જોડાયેલા જ્વેલર્સના વેપારીઓ એ આજે એક દિવસના પ્રતીક હડતાલનું એલાન કર્યું છે HUIDના વિરોધમાં જોડાયેલા જ્વેલર્સ વેપારીઓને આજની હડતાળને લઈને અંદાજે 500 કરોડથી પણ વધુનું નુકશાન થાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાંથી ત્રણ લાખથી પણ વધુ જ્વેલર્સના વેપારીઓ આજની હડતાલમાં જોડાયા છે. જ્યારે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો જ્વેલર્સ ઉદ્યોગ પર ઘણી મોટી અસર થઈ શકે છે.
આ પણ વાંચોઃ દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં
આ પણ વાંચોઃ હવે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત, નિર્દેશનોનું પાલન નહીં કરનારને 1 વર્ષની જેલ