- B. J. મેડિકલ લેબમાં 1 થી 16 ઓગસ્ટમાં કોરોનાના 22 હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ થયા
- 15 દિવસમાં 22 હજારથી માત્ર 2 જ સેમ્પલ પોઝિટિવ આવ્યા
- કોરોનાથી મુક્તિ તરફ આગળ વધ્યો દેશ
અમદાવાદ: સિવિલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં જાન્યુઆરીથી જુલાઇ 21 દરમિયાન દર મહિને કોરોનાના 16 હજારથી 51 હજાર સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. આ ટેસ્ટિંગમાં દર મહિને 91 થી લઇને 3700 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા પરંતુ રાહતની વાત એ છે કે, 1 થી 16 ઓગસ્ટ દરમિયાન કરાયેલા 22 હજારથી વધુ સેમ્પલમાંથી માત્ર 2 પોઝિટિવ આવ્યા છે. આ બંને સેમ્પલમાં વાયરલ લોડ નજીવો હતો અને બીજાને સંક્રમિત કરી શકે તેમ ન હતા.
કોવિડ -19 ના કેટલા સેમ્પલની સામે કેટલા સેમ્પલ પોઝિટિવ
બી. જે. મેડિકલ કોલેજ લેબોરેટરીમાં સાણંદ, દસ્ક્રોઇ, માંડલ, દેત્રોજ, વિરમગામ, ધોળકા, ધંધુકા સહિત સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલ તેમજ સીએચસી-પીએચસીમાંથી કોરોનાના સેમ્પલનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં થાય છે. 2021માં જાન્યુઆરીથી જુલાઇ દરમિયાન લેબોરેટરીમાં આવતાં સેમ્પલમાંથી સૌથી ઓછા 91 અને સૌથી વધુ 3700 સેમ્પલ પોઝિટિવ આવ્યાં હતા. 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધીમાં 22 હજારથી વધુ સેમ્પલના કોરોના ટેસ્ટ થયા હતા જેમાં માત્ર 2 કેસ પોઝિટિવ આવ્યા હતા.
ત્રીજી લહેરના ભય વચ્ચે કોરોનાના કેસ ઘટ્યા
કોરોનાં સામેની લડાઈ છેલ્લા દોઠ વર્ષ ઉપરથી ચાલી રહી છે. કોરોનાની બીજી લહેરની સૌથી વધુ કપરી પરિસ્થિતિ જોવા મળી હતી. પરંતુ હવે કોરોનાં કાબુમાં આવ્યો હોય તેવું તારણ સામે આવ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસો નોંધાઇ રહ્યા નથી. દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેસ ઓછા થવાનું સૌથી મોટું કારણ વેક્સિન છે. કોરોનાથી બચવા માટે વેક્સિન જ રામબાણ ઈલાજ છે, સંજીવની છે તે હવે સાચું પુરવાર થયું છે અને નિષ્ણાંતોના મતે પણ વેક્સિનના કારણે ત્રીજી લહેર (The third wave of the corona) નું સનકર્મન વધ્યું નથી.