- લોકોએ દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં કાંકરિયાની મુલાકાત લીધી
- છેલ્લા પાંચ દિવસમાં 1 લાખ 21 હજાર 635 મુલાકાતીઓ આવ્યા
- કાંકરિયા લેક્ફ્રન્ટમાં 2 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
અમદાવાદ: દિવાળીનો તહેવાર સૌ કોઈ ઉજવી રહયા છે ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં પ્રવાસીઓ (More than 1 lakh visitors to Kankaria Zoo)નો ધસારો વધ્યો છે. દિવાળી વેકેશન હોવાથી દૂર દૂર થી પ્રવાસીઓ તેમના બાળકો સાથે અહીં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ જોવા આવી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા વેકેશનના કારણે પ્રવાસીઓ વધુ ઉમટી રહયા છે. કાંકરિયા ઝૂ શહેરનું સૌથી મોટું પ્રવાસી સ્થળ છે કે જ્યા દૂર દૂરથી લોકો તેમના પરિવાર સાથે અહીં વેકેશન માણતાં હોય છે, જેના કારણે કાંકરિયા ઝૂને વહેલી સવારથી જ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે.
આ વર્ષે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા
પ્રાણી સંગ્રલાયના ડાયરેકટર આર.કે.શાહુએ જણાવ્યું હતું કે, આ વર્ષે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા છે. ત્યારે આ વર્ષે છેલ્લા પાંચ દિવસમાં 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. ત્યારે કાંકરિયા લેક્ફ્રન્ટની 2 લાખ 4 હજાર 922 લોકોએ મુલાકાત લીધી છે. રોજના 25થી 30 હજાર મુલાકાતીઓ આવે છે. ત્યારે આ વર્ષે પ્રાણી સંગ્રહાલયને 42 લાખ 6 હજાર 130 રૂપિયાની આવક થઈ છે. કાંકરિયા લેક્ફ્રન્ટની 19 લાખ 65 હજાર 910 રૂપિયાની આવક થઈ છે.
વેકસીન લીધી હોય તે જ લોકોને પ્રવેશ
આ ઉપરાંત દિવાળીમાં પ્રાણી સંગ્રહાલય સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જ્યારે જે લોકોએ વેકસીન લીધી હોય તે જ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મુલાકાતીઓમાં ગયા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે મુલાકાતીઓ માટે વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. પરંતુ પ્રાણીઓને હેરાન ન કરવા માટે મુલાકાતીઓને સૂચના આપવામાં આવી હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કાંકરિયા લેક્ફ્રન્ટ ફરી થયું ધબકતું, કોરોનાની સંખ્યામાં ઘટાડો થતા કાંકરિયામાં મૂલાકાતીની સંખ્યામાં વધારો
આ પણ વાંચો: કોરોનાના કારણે કાંકરિયામાં મુલાકાતિઓની સંખ્યામાં ઘટાડો