ETV Bharat / city

માસ્ક વગર નીકળતા અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક પોલીસે 1 કરોડથી વધુનો દંડ વસુલ્યો - ફરજીયાત માસ્કના નિયમનો ભંગ

કોરોના વાઇરસના સંક્રમણને લઈને સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે તેમ છતાં કેટલાક અમદાવાદીઓ આ નિયમનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારા શહેરીજનો પાસેથી અત્યાર સુધીમાં 1 કરોડથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. જે અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

માસ્ક વગર નીકળતા અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક પોલીસે 1 કરોડથી વધુનો દંડ વસુલ્યો

author img

By

Published : Oct 6, 2020, 8:48 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં ફરજીયાત માસ્કના નિયમનો ભંગ કરતા અમદાવાદીઓ પાસેથી 1 કરોડથી વધુનો દંડ વસુલ્યો છે. શહેરમાં માસ્ક ન પહેરનાર નાગરિક પાસેથી પોલીસ દ્વારા સતત દંડ વસુલવામાં આવે છે. પોલીસ સ્ટેશન દીઠ માસ્કના મેમો બનાવવા માટે ટાર્ગેટ પણ આપવામાં આવે છે જેથી કડક હાથે કાર્યવાહી થઇ શકે. શરૂઆતમાં દંડની રકમ 200 રૂપિયા રાખવામાં આવી હતી જે બાદમાં 500 થઇ અને હવે 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે.

માસ્ક વગર નીકળતા અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક પોલીસે 1 કરોડથી વધુનો દંડ વસુલ્યો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 3 મહિના કરતા વધુ સમય સુધી માસ્ક ન પહેરનાર 52, 773 જેટલા લોકોને પકડી 1 કરોડથી વધુ દંડ વસુલ્યો છે. જયારે અમદાવાદ પોલીસ દ્વારા કુલ 8 કરોડ કરતા વધુ દંડ વસુલવામાં આવી રહ્યો છે. માસ્ક ન પહેરનારને જયારે પોલીસ દ્વારા રોકવામાં આવે છે ત્યારે અનેક પ્રકારના બહાના બનાવીને છટકવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

પોલીસ દ્વારા તમામ લોકોને માસ્ક પહેરવા અને સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું કહેવામાં આવે છે પરંતુ સરકારી કાર્યક્રમ, ઉદ્ઘાટન પ્રસંગ કે અનેક જાહેર કાર્યક્રમમાં નેતાઓ માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સનો ભંગ કરે છે પરંતુ તે મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈને દંડ આપવામાં આવ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.