ETV Bharat / city

મોહન ભાગવતે અમદાવાદમાં આવેલા હેડગેવાર ભવન ખાતે સંઘ કાર્યકરિણીની બેઠક યોજી

અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાતમાં અખિલ ભારતીય સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 2021ની પહેલી બેઠક ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે મળશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ વગેરે જેવી સંસ્થાઓ ભાગ લેશે. આ સંસ્થાઓના અખિલ ભારતીય અધ્યક્ષો આ બેઠકમાં ભાગ લેવાના છે.

મોહન ભાગવત
મોહન ભાગવત
author img

By

Published : Jan 3, 2021, 4:43 PM IST

Updated : Jan 3, 2021, 4:51 PM IST

  • સમન્વય બેઠક પહેલા પ્રથમ દિવસે સંઘ કાર્યકારિણીની બેઠક મળી
  • સમન્વય બેઠકમાં ક્યા મુદ્દા ચર્ચવા તે અંગે બેઠકનું આયોજન
  • મોહન ભાગવત અઠવાડિયું અમદાવાદમાં રોકાશે

અમદાવાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાતમાં અખિલ ભારતીય સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 2021ની પહેલી બેઠક ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે મળશે. ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, કિસાન સંઘ વગેરે જેવી સંસ્થાઓના અખિલ ભારતીય અધ્યક્ષો આ બેઠકમાં ભાગ લેવાના છે.

મોહન ભાગવતે અમદાવાદમાં આવેલા હેડગેવાર ભવન ખાતે સંઘ કાર્યકરિણીની બેઠક યોજી

સમન્વય બેઠકમાં ક્યા મુદ્દાઓ ચર્ચવા તે અંગે ચર્ચા

5 , 6 અને 7 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં સાંપ્રત પ્રવાહો અને સંગઠન માળખાને લઈને ચર્ચા કરવામાં આવશે. જોકે, સંઘની પરંપરા પ્રમાણે આ બેઠક અગાઉ ક્યા મુદ્દાઓ રજૂ કરાશે, તેને લઈને બેઠકના બે દિવસ અગાઉ સંઘ કાર્યકારણી બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે.

પ્રથમ દિવસે સંઘની કાર્યકારિણી બેઠક મળી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવત હાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમને અમદાવાદના સંઘના કાર્યાલય હેડગેવાર હાઉસ ખાતે રોકાયા છે. તેમને એક અઠવાડિયા જેટલો સમય અમદાવાદમાં રોકાવવાના છે. પહેલા દિવસે તેમને સંઘની કાર્યકારિણીની બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. જેમાં મોહન ભાગવત ઉપરાંત લગભગ સાત-આઠ વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

હેડગેવાર હાઉસ ખાતે પોલીસ કાફલો તૈનાત

અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ક્યા મુદ્દાઓની ચર્ચા કરવી તેની યાદી તૈયાર કરવામાં આવશે. મોહન ભાગવત અને ભૈયાજી જોશીની સુરક્ષાને લઈને પોલીસ કાફલો હેડગેવાર હાઉસ ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો.

Last Updated : Jan 3, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.