ETV Bharat / city

મોદીનો કરિશ્મા : વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ છતાં લોકો નથી માનતાં સરકારને દોષી

એક સમય હતો જ્યારે રોજિંદી વપરાશની વસ્તુઓમાં ભાવ વધારો થતાં ભલભલી સરકાર ઘરભેગી થઈ જતી. લોકો સરકાર સમક્ષ આંદોલન અને દેખાવો કરતાં. કોંગ્રેસની સરકારના સમયમાં ભાવ વધારાને લઈને હોબાળો મચાવતી વર્તમાન ભાજપની સરકાર આજે પોતે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધારી રહી છે. અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં પેટ્રોલમાં લગભગ 1 રૂપિયા જેટલો ભાવ વધ્યો છે.

મોદીનો કરિશ્મા : વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ છતાં લોકો નથી માનતાં સરકારને દોષી
મોદીનો કરિશ્મા : વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ છતાં લોકો નથી માનતાં સરકારને દોષી
author img

By

Published : Jan 9, 2021, 12:42 PM IST

● અમદાવાદમાં પેટ્રોલ 81.63 રૂપિયે લિટર

● ડીઝલ 80.10 રૂપિયે લિટર

● સતત વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે તો પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા નથી

અમદાવાદઃ આશ્ચર્યજનક વાત છે કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ 10 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યાં હતાં. ત્યારે પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં હતાં. આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 51 ડોલર પ્રતિ બેરલનો ચાલી રહ્યો છે, ત્યારે પણ ભાવ વધી રહ્યા છે. એક સમયે ક્રૂડ ઓઇલ 60 યુએસ ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું હતું. પરંતુ કોરોનાને કારણે તેની માગ ઘટતા ઓપેક દેશોએ ઉત્પાદન ઘટાડયું હતું.● પરિવહન ખર્ચ વધતાં મોંઘવારીનો ભયપેટ્રોલ-ડીઝલ રોજબરોજના વપરાશની વસ્તુમાં જ આવે છે. દેશમાં અને શહેરોમાં વધતા જતા વાહનોની સાથે પેટ્રોલ-ડીઝલની માગ પણ વધી રહી છે અને તેનો સીધો સંબંધ મોંઘવારી સાથે પણ છે. કારણકે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પરિવહન ખર્ચનો ઉમેરો થતો હોય છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધશે તેમાં કોઈ બેમત નથી.● 50 ટકા કરતા વધુ ટેકસ પેટ્રોલ-ડીઝલની કિંમતો પરપેટ્રોલ-ડીઝલના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. બહારથી આયાત થતા પેટ્રોલિયને રિફાઇનરીમાં રિફાઇન કર્યા બાદ કેન્દ્ર સરકારની જુદી-જુદી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા તેનું વેચાણ થાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, જે કિંમતે પેટ્રોલ મળે છે, તેના પાછળ સૌથી વધુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એટલે ટેક્સના ભારણને કારણે પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘું બને છે. તે સરકારી તિજોરીની આવકનો મોટો હિસ્સો છે. એક લિટર પેટ્રોલ કે ડીઝલની કિંમતમાં 50 ટકા કરતા વધુ પણ રાજ્ય અને કેન્દ્રના ટેક્સ હોય છે.● રોજેરોજ બદલાય છે, પેટ્રોલ-ડીઝલના ભાવઉપરાંત હવે પેટ્રોલ અને ડીઝલની રોજિંદી કિંમતો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના રેટ પ્રમાણે વધઘટ થતી હોય છે. જેમાં ટેક્સ વધારી અને ઘટાડીને સરકાર તેમાં વધુ ઉતારચઢાવ થવા દેતી નથી. ● પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ?આશ્ચર્યજનક બાબત એ છે કે, પ્રજા આવી રોજિંદી વસ્તુઓના ભાવ વધારાને લઇને ખૂબ જ સંવેદનશીલ હોય છે. પરંતુ પ્રજાને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પર ભરોસો છે. કેટલાક લોકો એવું માને છે કે, કોરોના કાળમાં સરકારે આરોગ્ય સેવાઓ પાછળ ખૂબ ખર્ચ કર્યો છે અને સામે સરકારની આવક ખૂબ જ ઘટી ગઇ છે. ત્યારે જે ભાવ છે,તે યોગ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.