ETV Bharat / city

EXCLUSIVE: વિધાનસભાની ચૂંટણીમાં જિગ્નેશ ભાજપને ભારે પડશે, મેવાણી સાથે ETV Bharatની ખાસ વાતચીત - ધારાસભ્ય જિગ્નેશ મેવાણી

બનાસકાંઠાના વડગામ મતક્ષેત્રના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) હાલ ટેક્નિકલ કારણોસર કોંગ્રેસમાં જોડાઈ શક્યા નથી, પરંતુ તેમણે નિર્ધાર કર્યો છે કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) તેઓ કોંગ્રેસમાંથી લડશે. જિગ્નેશ મેવાણી સાથે આજે આપણે રૂબરૂ થઈશું અને જાણીશું તેમની પાસેથી કે તેમણે શા માટે કોંગ્રેસને પસંદ કરી, અને કોંગ્રેસ કેવી રીતે સફળ થશે.

મેવાણી સાથે ETV Bharatની ખાસ વાતચીત
મેવાણી સાથે ETV Bharatની ખાસ વાતચીત
author img

By

Published : Oct 3, 2021, 3:23 PM IST

Updated : Oct 3, 2021, 7:44 PM IST

  • જિગ્નેશ મેવાણીએ આપ્યા સડસડાટ જવાબો
  • 2022 કોંગ્રેસ માટે ઉજળી તક લઈને આવશે
  • લોકશાહીનું ચીરહરણ કરનારાઓને ધૂળ ચટાડીશું-મેવાણી

અમદાવાદ: જિગ્નેશ મેવાણીએ અંગ્રેજીમાં B.A કર્યું છે. તેમજ લો માં ગ્રેજ્યુએટ થયા છે. તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમ પણ કર્યું છે. વાતચીતમાં ખૂબ નિખાલસ એવા જિગ્નેશ મેવાણીએ ETV Bharat ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલે લીધેલા ઈન્ટરવ્યૂમાં સહેજ પણ વિચાર્યા વગર સડસડાટ જવાબો આપ્યા હતા.

પ્રશ્ન - તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લઈ લીધો છે શા માટે કોંગ્રેસ પાર્ટીને જ પસંદ કરી?

જવાબ - મેં દેશના બંધારણની રક્ષા કરનાર, દેશને સ્વતંત્રતા અપાવનાર, દેશની લોકશાહીને જીવંત રાખનાર કોંગ્રેસ પક્ષને પસંદ કર્યો છે. તેની સામે તમે જૂઓ RSS અને ભાજપે દેશની લોકશાહી, કોમી એકતા પર પ્રચંડ હૂમલો કર્યો છે. દેશ સંકટમાં છે. ગરીબી, બેરોજગારી, અસમાનતા, રહેઠાણની સમસ્યા અને અન્ય પાયાની જરૂરિયાત સામે લડવાને બદલે હિન્દુ-મુસ્લિમ વચ્ચે રાજનીતિ કરી રહ્યા છે અને તેમની સામે અવાજ ઉઠાવનાર સામે રાજદ્રોહનો કેસ થાય, ITની રેડ પડાશે, EDના દરોડા પડે, CBIની તપાસ આવે, વિપક્ષને આવી રીતે ડરાવી ધમકાવે છે. નફરત અને ખોફનો માહોલ ઉભો કર્યો છે. આવી રાજનીતિ હવે ન ચાલે. આ સંજોગોમાં મને લાગ્યું કે આ નફરતની રાજનીતિને નહીં રોકીએ તો 2024માં ખૂબ મોડું થઈ જશે. ભાજપના જ કેટલાક નેતાઓ અગાઉ કહી ચૂક્યાં છે કે, અમારી ભાજપ પાર્ટીના માણસો ખતરનાક છે. આ એવા લોકો છે કે, લોકશાહી દેશમાં ચૂંટણી પણ ન કરાવે. નાથુરામ ગોડસેના વિચારો ધરાવતાં લોકો ગાંધી આશ્રમનું રિનોવેશન કરાવે છે. જે કરવું પડે તે અમે કરીશું, દેશની બંધારણની રક્ષા કરનારા, લોકશાહીના મૂલ્યોને બચાવનારા અને સ્વતંત્રતા આંદોલન કરનારા, આ બધાંનો સરવાળો એટલે કોંગ્રેસ પક્ષ.

પ્રશ્ન - ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે, તો તમારા આવવાથી કોંગ્રેસ કેટલી મજબૂત થશે ?

જવાબ - સ્વભાવિક પણે હું હા જ કહીશ, પણ 2017માં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીએ તરખાટ તો મચાવ્યો હતો. 2017ની ચૂંટણીના પરિણામમાં ભાજપને 99 બેઠક મળી હતી અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી. તમે જાણો જ છો. હા અમે બહુમતીથી થોડાક અંતરે દૂર રહ્યાં હતાં. આ બધું ભાજપ જાણે જ છે. હવે મને કોંગ્રેસમાં આવવાથી વધુ તાકાત મળી છે. હું ખુલીને આવીશ, પાર્ટી કેડર મળી છે, બેકિંગ મળ્યું છે અને મને હવે ચાર વર્ષનો રાજકારણનો અનુભવ મળ્યો છે, 2022માં જિગ્નેશ ભાજપને ભારે પડશે.

પ્રશ્ન - 2022ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો કોંગ્રેસની સ્થિતિ કેવી રહેશે અને તે કેવો દેખાવ કરશે ?

જવાબ - ખૂબ જ ઉજળી સ્થિતિ છે. 2017માં 10થી 12 બેઠકનું જ અંતર હતું, આ વખતે તે પણ નહી રહે. તમે જુઓ તટસ્થ એજન્સીએ સર્વે કર્યો અને તે સર્વેના રિપોર્ટ મુજબ ભાજપે ગુજરાતમાં આખી સરકાર બદલી નાંખી. કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય ક્ષેત્રે જે મિસમેનેજમેન્ટ થયું, ગુજરાતની પ્રજા ખૂબ હેરાન થઈ, આરોગ્ય ક્ષેત્રને દુરસ્ત કરવાને બદલે સરકાર બદલી નાંખી. આ બધું જે થયું છે તે ખૂબ નિરાશાજનક છે. પણ હવે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપની સ્થિતિ કથળી છે અને વિશ્વાસ પણ ઉઠી ગયો છે. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે દલિતો, એસસી-એસટી, ઓબીસીની એકતા આ પરિબળને ધૂળ ચટાડશે. 2022 કોંગ્રેસ માટે હું ખૂબ ઉજળી જોઈ રહ્યો છું.

પ્રશ્ન - ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને AIMIM થર્ડ ડાયમેન્શન તરીકે ઉભરીને આવ્યાં છે, તેમની સામે કોંગ્રેસ કેવી રીતે મુકાબલો કરશે ?

જવાબ - આ થર્ડ ડાયમેન્શન સામે રીએક્ટ કરવું પડે તેવી તેમની કોઈ સ્પેસ બની નથી.

પ્રશ્ન - અહેમદ પટેલના અવસાન પછી ગુજરાત કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસ વચ્ચે અંતર ખૂબ વધી ગયું છે, તમારા આવવાથી આ અંતર દૂર થશે ?

જવાબ - એવો હું દાવો ન કરી શકું, પણ હું એક પાર્ટીનો સામાન્ય કાર્યકર છું. પાર્ટી મને જે કામ સોંપશે તે કામ હું કરીશ. આ બધા ગણિત તો મોટા નેતાઓના છે, હું સીનીયર નેતા નથી.

Last Updated : Oct 3, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.