- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS-C બિમારીના 10 કેસ નોંધાયા
- MIS-C બિમારીના કારણે 2 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું
- કોરોનાથી સ્વસ્થ થયા બાદ MIS-Cના શિકાર થઈ રહ્યા છે બાળકો
- શૂન્યથી 18 વર્ષના બાળકોમાં જોવા મળે છે MIS-Cના લક્ષણો
અમદાવાદ: કોરોનાથી સાજા થયા બાદ બાળકને 3 દિવસથી વધુ તાવ આવે, શરીર પર લાલ ચકામાં દેખાય, બાળકની આંખો લાલ રહેતી હોય, આંખો પર સોજા આવે, બાળકને ઝાડા, ઉલ્ટી થતા હોય, અચાનક શોક આવે તો તાત્કાલિક તજજ્ઞની સલાહ લેવી હિતાવહ છે. કારણ કે, અમદાવાદમાં બાળકોમાં એક નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકોરમાઈકોસિસ જેવા Multisystem inflammatory syndrome in children ના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોમાં MIS-C ના લક્ષણો જોવા મળી રહ્યા છે.
- માત્ર એક દિવસના બાળકને MIS-C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો
- ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું
- માત્ર જન્મના 12 કલાકમાં જ બાળકને થયો MIS-C
- જન્મતાની સાથેજ બાળકને થયો MIS-C
- માતાને પ્રેગ્નન્સીના દોઢ મહિના પહેલા કોરોના થયો હતો જેના કારણે બાળકને જન્મતાની સાથે MIS-C થયો
- જન્મજાત બાળકને MIS-C થતાં તબીબો માટે પણ ચિંતાનો વિષય
- હાલ એક દિવસનું બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યું છે
- MIS-C થતાં બાળકને નવજાત શિશુના ICU માં ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું
ક્યા બાળકોને થાય છે MIS-C ?
જે બાળકોને કોરોનામુક્ત થયા છે, તેવા બાળકો અને 18 વર્ષ સુધીના બાળકોને MIS-C રોગ થાય છે. કોરોના બાદ બાળકોમાં આ નવા પ્રકારનો રોગ બહાર આવ્યો છે. જે અત્યાર સુધી માત્ર અભ્યાસમાં જ દેખાયો હતો અને એક લાખે એક બાળકને અને એ પણ વિદેશમાં જ જોવા મળતો હતો પરંતુ કોરોનાકાળમાં ભારતમાં હવે આ રોગે પણ માજા મૂકી છે.
રોગ અંગે થઇ નિષ્ણાત ડોકટરોનું શું કહેવું છે?
અમદાવાદના બાળરોગ નિષ્ણાત હાર્દિક પટેલે જણાવ્યું કે મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામના આ રોગમાં બાળકોની આંખો લાલ થવી, જીભ લાલ થવી, દાણા નીકળવા, સોજા ચડવા તેમજ પેટ અને અન્ય અંગોમાં પાણી ભરાવા જેવી સમસ્યા અચાનક વધી જાય છે. અને આ બધુ બાળકના શરીરમાં કોરોના પછી એન્ટિબોડી વધી જવાને કારણે સર્જાય છે. બાળકોમાં આ એન્ટિબોડી હાઇપર એક્ટિવ થતાં શરીરના દરેક કોષ પર અસર કરે છે. શરીરનું રક્ષણ કરવાને બદલે ડેમેજ કરવા લાગે છે. ગુજરાતના ઘણા શહેરોના બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન નામનો રોગ જોવા મળી રહ્યો છે.