ETV Bharat / city

Mid Day Meal Scheme In Gujarat: મધ્યાહ્ન ભોજન બનાવવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને અપાતા મામલો હાઈકોર્ટ પહોંચ્યોં - મધ્યાહન ભોજન પર સુપ્રીમ કોર્ટ

સરકારી સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન (Mid Day Meal Scheme In Gujarat)નો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અરજદારે સ્કૂલોમાં ભોજનની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા હાઈકોર્ટમાં અરજી કરી છે. છોટાઉદેપુરમાં 2 સખી મંડળો પાસેથી કામ છીનવીને ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા વિવાદ સર્જાયો છે.

મધ્યાહ્ન ભોજન બનાવવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને અપાતા મામલો હાઈકોર્ટ પહોંચ્યોં

author img

By

Published : Apr 20, 2022, 6:03 PM IST

અમદાવાદ: સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મધ્યાહ્ન (Mid Day Meal Scheme In Gujarat) ભોજનનો મામલો ગુજરાત હાઈકોર્ટ (Mid Day Meal Gujarat High Court) પહોંચ્યો છે. રાજ્યમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના 2 સખી મંડળ (Sakhi Mandal Chhota Udepur) પાસેથી એકલવ્ય સ્કૂલમાં બાળકો માટે ભોજન બનાવવાની કામગીરી પાછી લઇ આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી છે.

સખી મંડળ પાસેથી કામગીરી છીનવી- ગ્રામ્ય વિસ્તારમાં આદિજાતિ સમાજના બાળકો (Tribe Children In Gujarat Villages) માટે રેસ્ડેન્સિયલ સ્કૂલો (Residential Schools For Children In Gujarat)માં ભોજન તથા નાસ્તાની વ્યવસ્થા માટે જે તે વિસ્તારના સખી મંડળોને કામગીરી સોંપવામાં આવી હતી. આ માટે થઈને ગુજરાત સરકારે 2012માં પરિપત્ર પણ કર્યો હતો, પરંતુ પંચમહાલ (Sakhi Mandal In Panchmahal) અને છોટાઉદેપુર જિલ્લાના 2 સખી મંડળ પાસેથી આ કામગીરીને છીનવી લઇને ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ (Mid Day Meal Contract Gujarat) આપી દેવામાં આવ્યો હતો જેને લઇને હવે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

આ પણ વાંચો: Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત

અરજદારની રજૂઆત- અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા (Supreme Court On Mid Day Meal) પ્રમાણે સખી મંડળોને આ પ્રકારની કામગીરી સોંપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત સરકારે 2012માં પરિપત્ર પણ કર્યો હતો, પરંતુ સખી મંડળોને ભોજન માટેની કામગીરી નથી સોંપવામાં આવી રહી.

આ પણ વાંચો: Demand For Mid Day Meal : અંતરિયાળ પ્રાથમિક શાળાઓમાં વ્યાપક સમસ્યા, બાળકો ભૂખથી વલવલી રહ્યાં છે

27 જૂનના સુનાવણી- આ કારણે સ્થાનિક સ્તરેથી તેમની રોજગારી (Employment In Gujarat)ની તકો પણ છીનવાઈ રહી છે તેવી રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે આવી કુલ 24થી વધારે સ્કૂલો કાર્યરત છે, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુરમાં સ્કૂલો કાર્યરત છે. કોર્ટે આ મામલે સરકારને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી 27 જૂનના હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.