અમદાવાદ : આજથી જે ફેઝ2નો પ્રારંભ થયો છે, તેની અંદર APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી શરૂના 15 જેટલા સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો રુટ 17 કિમી સુધીનો રહેશો. દર 30 મિનિટે મેટ્રો ટ્રેન સ્ટોશન પર મળી રહેશે. સવારના 9 વાગ્યાથી રાત્રી 8 વાગ્યા સુધી મેટ્રો ઉપલબ્ધ રહેશે. થોડાક સમય પહેલા વડાપ્રધાન મોદી અમદાવાદના પ્રવાસે હતા, તે દરમિયાન તેમને શહેરીજનોને એક નવી ભેટ આપી હતી. જેમાં તેમને આમ જનતાને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ આજે પણ શહેરમાં અન્ય રુટ પર ફેઝ2નો શુભારંભ કરવામાં આવ્યો છે.
19 કિમી રૂટ પર શરૂ અમદાવાદ શહેરમાં ઉત્તરથી દક્ષિણને જોડતા એપીએમસી થી મોટેરા સુધીનો 19 કિમી જેટલો મેટ્રો રૂટમી શરૂઆત કરવામાં આવી છે. જેમાં સવારના 9 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી મેટ્રોની મુસાફરી કરી શકાશે. જેમાં રૂટની વાત કરવામાં આવેતો APMC, જીવરાજ પાર્ક, શ્રેયસ ક્રોસ રોડ, પાલડી, રાણીપ, સાબરમતી, ગાંધીગ્રામ, રાજીવનગર, જૂની હાઇકકોર્ટ, વાડજ જેવા કુલ 15 સ્ટેશન રાખવામાં આવ્યા છે.
દર 30 મિનિટ મળશે મેટ્રો હાલના શરૂઆતના સમયમાં દર 30 મિનિટ મેટ્રો પ્રાપ્ત થશે જેમ જેમ મેગ વધશે તેમ તેમ જલ્દી મેટ્રો ઉપલબ્ધ થશે. સાથે APMC થી મોટેરા સ્ટેડિયમ સુંદજી 25 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 5, 10, 15 અને 20 ભાડું રાખવામાં આવ્યું છે. મુસાફરો માટે આગામી સમયમાં મેટ્રો સ્ટેશન પર ચા-પાણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે.
જૂની હાઇકોર્ટ બદલી શકાશે કોઈ વ્યક્તિને એપીએમસી થી વસ્ત્રાલ જવું હશે તો તે પણ મેટ્રોની મુસાફરી કરી શકશે જેમાં એપીએમસી થી મેટ્રોમાં બેસીને જૂની હાઇકોર્ટ થી ટ્રેન બદલીને વસ્ત્રાલ થી થલતેજ રૂટની ટ્રેનમાં બેસી વસ્ત્રાલ કે થલતેજ પહોંચી શકશે. જેથી હવે અમદાવાદ શહેરમાં મેટ્રો શરૂ થવાથી જ ટ્રાફિકના ભારમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે. અને ઝડપી પરિવહન માટે નવું એક માધ્યમ પણ હવે અમદાવાદને શહેરોને મળ્યું છે.