- લોકડાઉન બાદની આ પ્રથમ મોટી ઇવેન્ટ
- લોકડાઉન બાદ અમદાવાદમાં યોજાયો મેગા સેલિબ્રિટી લાઈવ શો
- જાવેદ અલી, ભૂમિ ત્રિવેદી, અદિતિ સિંઘ શર્મા અને હેમંત બ્રિજવાસી લાઈવ કોન્સર્ટમાં સાથે જોવા મળ્યા
અમદાવાદ: પ્રસિદ્ધ ગાયક જાવેદ અલીની સાથે, ગુજરાતની શાન- ભૂમિ ત્રિવેદી અને પ્રતિભાના પાવરહાઉસ હેમંત બ્રિજવાસી સહિત શોમાં તેમના અદ્દભુત પફોર્મન્સથી દર્શકોનું દિલ જીતી રહ્યા છે. ત્યારે આ સંગીતમય ત્રિપુટી તેમના અદ્દભુત લાઈવ કોન્સર્ટની સાથે અમદાવાદના દર્શકોના દિલ જીતી લીધા હતા. જાવેદ અલીનું દિલથી કરવામાં આવેલું સોલો પફોર્મન્સ હોય કે, ભૂમિ ત્રિવેદીના કેટલાક પ્રસિદ્ધ ગુજરાતી ગીતો પરની પ્રસ્તુતિ હોય, જે લોકો આ ઇવેન્ટમાં હાજર રહ્યા તે દરેક માટે એક યાદગાર સાંજ બની રહી હતી.
લોકડાઉન બાદની આ પ્રથમ મોટી ઇવેન્ટ જ્યાં મોટી ભીડ સ્થળ પર જમા થઈ
લોકડાઉન બાદની આ પ્રથમ મોટી ઇવેન્ટ છે જ્યાં એક મોટી ભીડ સ્થળ પર જમા થઈ હતી. વાતાવરણ ખૂબ જ અદ્દભુત હતું, કારણકે સંગીતમય સિતારાઓ સ્ટેજ પર તૈયાર થઈને આવ્યા હતા અને કલાકારો પણ તેમના કોન્સર્ટનો પ્રતિસાદ આપવા માટે ઉત્સાહિત હતા. જાવેદ અલી જણાવે છે કે, “ભીડ અદ્દભુત હતી અને હું એટલું જ કહીશ કે, આ એક યાદગાર અનુભવ હતો. હું અમદાવાદના લોકોને અત્યંત આભારી છું કે, તેમણે મને તેનો પ્રેમ અને સહકાર આપ્યો. અમે આટલી મોટી ભીડની અપેક્ષા રાખી ન હતી, પરંતુ હંમેશાની જેમ ગુજરાત ક્યારેય મને અવાક કરવામાં નિષ્ફળ નથી ગયું.
આ પણ વાંચો: દહેરાદુનથી ડિજિટલ લાઈવ કોન્સર્ટ કરશે જુબિન નૌટિયાલ
અમદાવાદમાં મારા પફોર્મન્સ બાદ હું ખરેખર ઉત્સાહિત છું: ભૂમિ ત્રિવેદી
ભૂમિ પણ ઉમેરે છે, “અમદાવાદમાં મારા પફોર્મન્સ બાદ હું ખરેખર ઉત્સાહિત છું. તો, જેટલા લોકો પફોર્મન્સ માટે પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. તેમને જોઈને એક અલગ જ લાગણી હતી. ભીડએ મને ખૂબ જ પ્રેરિત કરી અને વાતાવરણ અદ્દભુત હતુ. અમે ગાવાનું બંધ કરવા ઇચ્છતા જ ન હતા. હું એટલું જ કહીશ કે, લોકોએ મને ખૂબ જ ગર્વ અપાવ્યો અને હું ખરેખર ખૂબ જ ખુશ છું.
આ પણ વાંચો: લોકડાઉન દરમિયાન સપના ચૌધરી કરશે લાઈવ કોન્સર્ટ
લાઈવ કોન્સર્ટ ખૂબ જ સારો રહ્યો: હેમંત બ્રિજવાસી
હેમંત બ્રિજવાસી વધુમાં જણાવે છે, “હું અત્યંત ખુશ છું કે, લાઈવ કોન્સર્ટ ખૂબ જ સારો રહ્યો. અમે જ્યારે પફોર્મ કરતા હતા ત્યારે હું જોઈ શકતો હતો કે, લોકો ખરેખર તેને માણી રહ્યા છે. અમે કેટલાક રસપ્રદ ગીતો ગાયા, જેણે અમારા સંસ્કૃતિનો ભવ્ય વારસો જાળવી રાખ્યો છે તથા ગુજરાતનો સ્વાદ અને ભીડનો પ્રતિસાદ ખૂબ જ અદ્દભુત હતો. આટલા અદ્દભુત લાઈવ દર્શકોની સામે પફોર્મન્સ કરવું ખૂબ જ સારું લાગ્યું.