ETV Bharat / city

15 જૂને ભાજપ ધારાસભ્યોની યોજાશે બેઠક, સરકારની કામગીરીનું થશે પ્રેન્ઝટેશન - meeting of bjp

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ ન હોવાથી આગામી 15 જૂનના રોજ વિધાનસભા સંકુલમાં બેઠક યોજાશે. આ બેઠકમાં કોરોના અને તૌકતે વાવાઝોડાને લઈને સરકારની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.

15 જૂને ભાજપ ધારાસભ્યોની યોજાશે બેઠક
15 જૂને ભાજપ ધારાસભ્યોની યોજાશે બેઠક
author img

By

Published : Jun 8, 2021, 10:43 PM IST

  • વિધાનસભા સત્ર બાદ પ્રથમ વખત યોજાશે ભાજપ ધારાસભ્યોની બેઠક
  • આગામી 15 જુનના રોજ બેઠકનું કરાશે આયોજન
  • વિધાનસભા સંકુલમાં જ બેઠકનું આયોજન કરાશે

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાના સત્ર બાદ ભાજપ પક્ષની બેઠક મળી નથી. ત્યારે, 15 જુનના રોજ ભાજપની બેઠક યોજવાનું આયોજન પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં, સરકાર દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન હાથ ધરાયેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી-તૌકતે વાવાઝોડા સામેની શ્રેષ્ઠ કામગીરીઓના પ્રેઝન્ટેશન અને આગામી સમયમાં વ્યાપક ફલક ઉપર વેક્સિનેશન વધારવાની કાર્ય યોજના અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક

2 મહિનાથી નથી યોજાઈ બેઠક

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા 2 મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે 15 જૂનના રોજ યોજવામાં આવશે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રધાનમંડળના સભ્યો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યઓ, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેશે.

આ પણ વાંચો: રાજ્યમાં 1200 કેન્દ્રો પર હવે થશે 18 વર્ષથી ઉપરનાનું વેક્સિનેશન, ETV Bharatએ 1 જૂને રજૂ કર્યો હતો અહેવાલ

સરકારની કામગિરીનું થશે પ્રેઝન્ટેશન

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજા માટે આરોગ્યલક્ષી કામગીરી તેમજ તૌકતે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા- વિચારણા કરાશે. જ્યારે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ 15મી જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.