- યંગ એન્ટરપ્રિન્યોર અર્જુન દેશપાંડે દ્વારા ખોલવામાં આવ્યો જેનરીક આધાર
- બજાર કરતાં 40 ટકા ઓછા ભાવે દવાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા
- જરૂરિયાતમંદોને આસાનીથી દવાઓ મળી રહેશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલને સાર્થક કરવા અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં જેનરીક આધારની આજથી શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, જે રીતે હાલની પરિસ્થિતિ પ્રમાણે કોવિડ-19 માં દિવસે ને દિવસે સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયાના યંગ એન્ટરપ્રિન્યોર અર્જુન દેશપાંડે દ્વારા અમદાવાદમાં જેનરીક આધાર નામથી મેડીકલ સ્ટોર ખોલવામાં આવ્યો છે.
જરૂરિયાતમંદોને મળશે આસાનીથી દવાઓ
કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સામાન્ય દવાઓના ભાવ પણ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને અર્જુન દેશપાંડે દ્વારા અમદાવાદમાં એક જનરીક સ્ટોર ઓપન કરવામાં આવ્યું છે. જ્યાં લોકોને દવાઓ ખૂબ જ નજીવી કિંમતે મળશે અને જેમને જરૂર હશે તેમને દવાઓ પણ ઉપલબ્ધ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા હાલ ઉભી કરવામાં આવી છે. અર્જુન દેશપાંડેની અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આ પ્રકારે જેનરીક આધાર નામથી મેડિકલ સ્ટોર્સ ઓપન કરવામાં આવશે. તેમજ બજાર કરતાં 40% ઓછા ભાવે દવાઓ મળી રહે તે પ્રકારની કામગીરીઓ કરવામાં આવશે.
જીવરાજ પાર્કમાં જેનરીક આધારનો પહેલો સ્ટોર ખોલવામાંં આવ્યો
હાલની પરિસ્થિતિમાં લોકોને દવાઓની ખૂબ જ આવશ્યકતા રહે છે. ત્યારે સામાન્ય માણસોને પણ આસાનીથી અને પરવડે તેવી નજીવી કિંમતે તમામ દવાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા યંગ એન્ટરપ્રિન્યોર અર્જુન દેશપાંડે દ્વારા કરવામાં આવી રહી છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં જેનરીક આધારનો પહેલો સ્ટોર ખોલવામાંં આવ્યો છે. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો મેડિકલ સ્ટોર્સ ઓપન કરવામાં આવશે. તેની સાથે જ બીજી બાજુ જરૂરિયાત મંદોને આસાનીથી દવાઓ મળી રહે તે માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે.