- કરણ ફાઉન્ડેશન દ્વારા લોકોને ભોજન પહોંચાડવાની કામગીરી
- અમદાવાદ શહેરના કરણ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય કાર્ય
- શહેરમાં દૈનિક 350થી વધુ લોકોને ટિફિન પહોંચાડી રહ્યા છે
અમદાવાદ: કોરોનાકાળ દરમિયાન અનેક લોકોને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે, લોકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે અમદાવાદ શહેરના કરણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા એક વર્ષથી કોરોના પોઝિટિવ દર્દીઓને ઘર સુધી ભોજન પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે, તે કપરી સમયમાં અમદાવાદની રિયા વર્માનો પરિવાર પણ કોરોના પોઝિટિવ થયો હતો. ત્યારબાદ, તેમને પ્રેરણા મળી હતી અને બાદ, પોતાના પરિવાર અને સ્વજનોની સાથે મળીને લોકોને ભોજન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદની એક મહિલા કોરોના સંક્રમિત દર્દીને આપી રહી છે ખાખરા, દરરોજના 500 કિલો જેટલા ખાખરનું વિતરણ
અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા નાણાકીય સહાય
ભારતની બહાર રહેતા ભારતીયો પણ ભારતમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશને મદદ રૂપ થઇ રહ્યા છે. ત્યારે, અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા અમદાવાદ પણ નાણાકીય સહાય પહોંચાડવામાં આવી રહી છે. જેના કારણે, હાલ તેઓ દૈનિક 350થી વધુ લોકોને ટિફિન પહોંચાડી રહ્યા છે. જો કે, આ બધી માનવતાની મહેક ગુજરાતમાં જોવા મળી રહી છે. તેના કારણે જ એક પણ નાગરિક ભૂખ્યા પેટ ન સુવે તેઓ લોકો આ કાર્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ સારવારના લઇ રહી છે તોતિંગ ભાવ