અમદાવાદ આરોપી મોહમદ આરીફ ઉર્ફે કાળિયો જે મૂળ ગોમતીપુરનો રહેવાસી છે. આરોપીની હાલ SOGએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને 5.12 લાખનું 51 ગ્રામ MD ડ્રગ્સ (MD drugs worth 5 lakhs seized from Ahmedabad) મળી આવ્યું છે. આરોપી પૂર્વ વિસ્તારમાં છૂટક પ્રમાણમાં આ ડ્રગ્સ આપતો હતો. ઊંચી કિંમતે ડ્રગ્સ વેચતો અને જે નફો મળે એનાથી પોતાના માટે ડ્રગ્સ ખરીદતો હતો. આરોપી ખુદ પણ 5 વર્ષથી ડ્રગ્સનો બંધાણી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાંથી 5 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું : આરોપીને ગોમતીપુરના અખ્તર ખાન નવાઝખાન પઠાણ નામના વ્યક્તિએ આ ડ્રગ્સ આપ્યું હતું. જે હાલ ફરાર છે. તેણે અગાઉ કેટલા લોકોને કેટલા પ્રમાણમાં આ ડ્રગ્સનો જથ્થો આપ્યો છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ આરોપી વર્ષ 2004 થી આંગડિયા લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશ ના અસંખ્ય ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે. આરોપી અનેક સમયથી ડ્રગ્સ કેરિયર બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ડ્રગ્સ કેરિયરોનું આ મોટું ષડયંત્ર : સુત્રોનું કહેવું છે કે, હાલના ડ્રગ્સ કેરિયરોનું આ મોટું ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. આરોપીઓ વિધર્મી લોકોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું પણ કામ કરી રહ્યા છે. ત્યારે વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ શું હકીકત સામે આવે છે એ જોવાનું રહેશે.