ETV Bharat / city

અમદાવાદમાં MBBSમાં ભણતા વિદ્યાર્થીએ કોરોના કિટની ચોરી કરી - Coron news

અમદાવાદ શહેરમાં અજબની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટની કિટની ચોરી મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કોરોના કિટની ચોરી કરનાર MBBSમાં અભ્યાસ કરનાર વિધાર્થી હોવાનું સામે આવ્યું છે. ચોરીની કોરોના કિટ ખરીદનાર વ્યક્તિની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

કોરોના કિટની ચોરી કરીનાર વિદ્યાર્થી
કોરોના કિટની ચોરી કરીનાર વિદ્યાર્થી
author img

By

Published : Mar 29, 2021, 2:38 PM IST

  • કોરોનાની ટેસ્ટ કિટને અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે
  • ચોરી કરનાર વિદ્યાર્થી MBBSમાં અભ્યાસ કરનાર વિધાર્થી હોવાનું સામે આવ્યું
  • હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો

અમદાવાદ : કોરોનાના કેસ અમદાવાદમાં સતત વધી રહ્યાં છે. કોરોનાના ટેસ્ટિંગ વધારવા ડોમ પણ વધુ ઉભા કરવામાં આવ્યા છે. કોરોનાના ટેસ્ટ માટે જે કિટ આવે છે તે અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. આવી જ રીતે ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં કિટ જથ્થો પડ્યો હતો. ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માં રાખેલી ટેસ્ટિંગ કિટના બોક્સમાં એક લાલ થેલીમાં ભરી ફરાર થઈ ગયો હતો. જોકે, હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો અને ચોરી કરનાર ગાડીનો ફોટો પાડી દીધો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડી લીધો હતો.

કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાનો આરોપ

ઘાટલોડિયા પોલીસ ગિરફતમાં રહેલ વિદ્યાર્થી મિત જેઠવાએ કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાના આરોપથી ધરપકડ કરી છે. ચોરી કરનાર વિદ્યાર્થી મિત જેઠવા NHL કોલેજમાં MBBSના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. મિત જેઠવાના પિતા મહેસાણા ONGCમાં CA તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,270 પોઝિટિવ કેસ, 294 ડિસ્ચાર્જ

10 હજાર રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું

આરોપી વિદ્યાર્થી મિતે કોરોના ટેસ્ટીંગ કીટ ચોરી કરી એક મિત્રને આપી. જેની પાસેથી 10 હજાર રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. ચોરી કરેલી કોરોના ટેસ્ટિંગ કિટ લેનાર MBA પૂર્ણ કરી માર્કેટિંગ કંપનીમાં નોકરી કરનાર છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પકડાયેલ વિદ્યાર્થી મિતની પૂછપરછમાં મિત્રને કોરોના ટેસ્ટિંગ કિટ જોઈતી હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : AMC દ્વારા મહારાષ્ટ્રથી અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટ કરાશે

મિત અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં જોડાયો

આરોપી મિત અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં જોડાયો હતો. જેથી અહીં કોરોના ટેસ્ટિંગ કીટ જથ્થો હાજર હોવાનું જાણ હોવાથી ચોરી કરી હતી. હાલ કોરોના ટેસ્ટિંગ કિટની ચોરી કરવા પાછળનું અન્ય કયું કારણ છે. જે કિટ ખરીદનાર પકડી પાડ્યા બાદ હકીકત બહાર આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.