અમદાવાદઃ અમદાવાદમાં ઊનાળાના સમય દરમિયાન સામાન્ય રીતે ફેરિયાઓ ટોપી, રૂમાલ ગોગલ્સ કે છત્રીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતાં હોય છે. પરંતુ જ્યારથી કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં,ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં ફેલાયો છે. ત્યારથી ઘણાં લોકો અન્ય ધંધા સાઈડમાં મૂકીને પોતાની સૂઝથી કે મજબૂરીથી માસ્ક અને હાથમોજાંનું વેચાણ કરી રહ્યાં છે. બીજી તરફ કેટલાક એજ્યુકેટેડ યુવાઓ પણ પોશ વિસ્તારોમાં બ્રાન્ડેડ માસ્ક, મોજા અને સેનિટાઈઝરનું વેચાણ કરતા જોવા મળી રહ્યાં છે. આ વેચાણકર્તાઓનું કહેવું છે કે, જ્યારે આ લોકો દ્વારા વેચાણનું કામ શરૂ થયું, ત્યારે માસ્ક અને અન્ય કોરોનાથી બચાવવાના હાથવગી ચીજવસ્તુઓના ભાવ વધુ હતાં. પરંતુ અત્યારે હવે માર્કેટ ધીમે ધીમે ખુલતા ભાવ અંકુશમાં આવ્યાં છે.
કોરોનાએ બદલી નાંખ્યાં સીઝનલ ફેરિયાઓના વેપાર, ગોગલ્સ-ટોપીની બદલે વેચી રહ્યાં છે માસ્ક - હાથ મોજાં
કોરોના વાઇરસથી સંપૂર્ણ વિશ્વ પ્રભાવિત છે. ત્યારે અર્થતંત્ર પણ સૌથી વધુ પ્રભાવિત છે. વિશ્વમાં પ્રોડક્શન ટેકનોલોજીમાં પણ આ વાઇરસને કારણે ફેરફાર આવવા માંડ્યાં છે. ત્યારે સ્થાનિક બજારોમાં પણ ફેરફાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.