ETV Bharat / city

Laabh Panchmi : ગુજરાતના બજારો ફરી ધમધમશે, વેપારીઓ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કરશે ટ્રેડિંગ

author img

By

Published : Nov 8, 2021, 6:22 PM IST

બેસતા વર્ષના દિવસે વ્યાપારીઓ મુહૂર્ત કરીને પોતાની દુકાનો બંધ કરે છે અને તેને લાભ પાંચમના ( Laabh Panchmi ) દિવસે મુહૂર્તમાં ખોલતા હોય છે. વેપારીઓ મુહૂર્તમાં શુકનવંતા સોદાઓ ( Traders will muhurat in Laabh Panchami ) કરે છે. લાભ પાંચમ અને લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

Laabh Panchmi : ગુજરાતના બજારો ફરી ધમધમશે, વેપારીઓ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કરશે ટ્રેડિંગ
Laabh Panchmi : ગુજરાતના બજારો ફરી ધમધમશે, વેપારીઓ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં કરશે ટ્રેડિંગ

● આવતીકાલે બજારો ફરી ધમધમશે

● પાંચ દિવસ બાદ દુકાનો ખુલશે

● શુભ મુહૂર્તમાં થશે સોદા

અમદાવાદઃ દિવાળીમાં બેસતા વર્ષથી લઈને કારતક વદ ચોથ સુધી એમ પાંચ દિવસ બજારો બંધ રહે છે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવવા જાય છે. તો ઘણા લોકો ધાર્મિક સ્થાનોએ તેમ જ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી ( Laabh Panchmi ) દુકાનમાં કામની શરૂઆત કરે છે.આ દિવસે વેપારીઓ, ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા અકાઉન્ટની ( trading ) શરૂઆત કરે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત ( Traders will muhurat in Laabh Panchami ) કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

ગણેશ અને લક્ષ્મીજીનું પૂજન-શ્રી સવા

જ્યોતિષાચાર્ય જણાવે છે કે, લાભપાંચમના ( Laabh Panchmi ) દિવસે સવારે 9.40 થી બપોરના 01.41 મિનિટ સુધીનું મુહૂર્ત છે. આ સમયમાં દુકાન ખોલીને સૌપ્રથમ ગણેશ અને લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ. દુકાનમાં ઈષ્ટદેવને યાદ કરીને ફૂલહાર અર્પણ કરવા જોઇએ. દુકાનના પગથીયા પર શુભ-લાભ તેમજ સ્વસ્તિકનું ચિન્હ કરવું જોઈએ. ગણેશ અને લક્ષ્મીજીના પૂજનથી વેપારમાં બુદ્ધિ અને ધનની આવક થાય છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે. લાભ પાંચમ કોઈપણ નવું કાર્ય કરવા માટે પણ શુભ ( Traders will muhurat in Laabh Panchami ) ગણાય છે. ગુજરાતમાં આ દિવસ trading માટે ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે.

ગુજરાતમાં આ દિવસ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે

વેપારમાં ( trading ) પહેલો સોદો થાય તે પહેલા ચોપડા ઉપર શ્રી સવા લખવામાં આવે છે. જેમાં શ્રી લક્ષ્મીજીનું ચિન્હ છે. જ્યારે સવા એટલે કે નવા વર્ષમાં ધંધો સવા ગણો વધે તેવી કામના વ્યક્ત ઇશ્વર સમક્ષ વ્યક્ત કરવામાં આવે છે.

શેર માર્કેટમાં પણ સારા એંધાણ

નવા વર્ષમાં શેર માર્કેટમાં પણ સારા પ્રદર્શનની આશા છે. કોરોનાકાળ બાદ હવે ન્યુ નોર્મલમાં સારા વેપારની ( trading ) આશા વેપારીઓ સેવી રહ્યા છે.
આ પણ વાંચોઃ શું ક્રિપ્ટો કરન્સી બની શકે ડોલરનો વિકલ્પ ?

આ પણ વાંચોઃ નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.