ETV Bharat / city

BAPSના વડા મહંત સ્વામી સહિત વરિષ્ઠ સંતોએ કોરોનાની રસી લીધી - BAPS chief news

સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે કોરોનાનું વેક્સિનેશન વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે નેતાઓ અને સંતો મહંતો દ્વારા લોકોને કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે કોરોનાની વેક્સિનેશન લીધી હતી. આ સાથે તેમને જણાવ્યું હતું કે, વેક્સિન લીધા બાદ મારું સ્વાસ્થ્ય ખૂબ સારું છે.

BAPS
BAPS
author img

By

Published : Apr 3, 2021, 10:26 PM IST

  • પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને અન્ય વરિષ્ઠ સંતોએ લીધી રસી
  • BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતોએ પણ વેક્સિન લીધી
  • ડૉક્ટર સ્વામીએ પણ સામુહિક અપીલ કરીને કોરોનામાં સાવધાની વર્તવા જણાવ્યું

અમદાવાદ : BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેમજ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો, ડૉક્ટર સ્વામી, કોઠારી ભક્તિપ્રિય સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી અને ઘનશ્યામચરણ સ્વામી વગેરેએ પોતપોતાના કેન્દ્રમાં કોરોનાની વેક્સિન લીધી અને તમામ સ્વામીનું સ્વાસ્થ્ય સારું છે.

BAPSના વડા મહંત સ્વામી સહિત વરિષ્ઠ સંતોએ કોરોનાની રસી લીધી

આ પણ વાંચો - વડોદરા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ રસીકરણનો પ્રારંભ

લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરાઇ

કોરોનાની વેક્સિન લીધા બાદ મહંત સ્વામીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, રસી મૂકાવવી એ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે અને એક સામાજિક જવાબદારી પણ છે, પરંતુ સાથે સાથે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર હાથ સાફ રાખવું વગેરે બાબતોમાં પણ સમાધાન ન કરીએ એ ખૂબ જરૂરી છે. ડૉક્ટર સ્વામીએ પણ સામુહિક અપીલ કરીને કોરોનામાં સાવધાની વર્તવા જણાવ્યું છે. કોરોનાની વેક્સિનને લઇને લોકોમાં કેટલીક અફવાઓ ફેલાઇ રહી છે, જેને લઇને સંતો અને મહંતો તથા રાજકીય નેતાઓ સહિત તમામ લોકો દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - વડોદરા BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ રસી મૂકાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.