- નવરંગપુરા વિસ્તાર શહેરના પોશ એરિયા ગણી શકાય
- છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસના કામો થયા
- 5 વર્ષમાં સી.જી. રોડ અને લો ગાર્ડનને વિકસાવવામાં આવ્યાં
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં સી.જી. રોડ અને લો ગાર્ડનને વિકસાવવામાં આવ્યાં તો બીજી તરફ વિસ્તારના કાઉન્સિલરને મળતી ગ્રાન્ટનો ઉપયોગ પણ વિસ્તારમાં કાર્યો સારી રીતે પૂર્ણ થાય તે માટે કરવામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તાર શહેરના પોશ એરિયા ગણી શકાય, કારણકે આ વિસ્તારમાં મનોરંજન માટેની જગ્યા અને ખાણીપીણી માટે હૅપ્પી સ્ટ્રીટ પણ ડેવલોપ કરવામાં આવી છે, જેના લીધે અનેક લોકોને રોજગારી મળી રહે છે.
વરસાદી પાણીના નીકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન બનાવવામાં આવી
ઝાંસીની રાણી વિસ્તારથી નેહરુ નગર સર્કલ અને માણેકબાગ વિસ્તારથી એલ કોલોની સુધી પાણી ભરાવાની સમસ્યાનો વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ગતિ કાઉન્સિલર દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં સ્ટોર્મ વોટરલાઈન અને પાણીનો નિકાલ જલ્દી થાય તે માટેની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય થઈ છે કે કેમ તે તો ચોમાસામાં વરસાદ દરમિયાન જાણવા મળશે. કાઉન્સીલરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ તો કામ સુધારો કરે છે, પરંતુ કેટલાક કામ એવા છે કે જે પૂર્ણ કરવામાં કાઉન્સિલરોની મહેનત ઓછી પડી જાય છે. શહેરના નવરંગપુરા વૉર્ડની વાત કરવામાં આવે તો આ વૉર્ડમાં જાણીતા સ્થળો પણ આવેલા છે અને તેને વિકસાવવા માટે કામગીરીઓ પણ કરવામાં આવી છે. જે પૂરતી તો ગણાય પરંતુ અનેક કામો જે બાકી રહ્યા છે તેને લઈને આગામી પાંચ વર્ષ દરમિયાન તંત્ર કેવા કાર્ય કરે છે તે જોવું પણ મહત્વનું રહેશે.