અમદાવાદ : શહેરના સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા કૃષ્ણ મંદિર સોલા ભાગવત વિદ્યાપીઠમાં અધિક માસની અમાવસ્યા નિમિત્તે જુદા જુદા મનોરથ કરવામાં આવ્યા હતા. રસરાજ પ્રભુની સાથે વિવિધ વાનગીઓ પીરસી અન્નકૂટ મનોરથ કરવામાં આવ્યો હતો. આ સાથે આબેહુબ ગોવર્ધન પર્વતની રચના કરી તેની પૂજા કરવામાં આવી હતી.
અધિક માસનો છેલ્લો દિવસ હોવાના કારણે ગાયની પૂજા પણ કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને પ્રસન્ન રાખવા જુદા જુદા મનોરથ કરવામાં આવતા હોય છે. જેના ભાગ રૂપે કાન જગાઇ હાટડી અને વિવિધ આકારના દીવા પ્રગટાવી અમાસને ઉજાસમાં ફેરવી નાખવામાં આવી હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અધિક માસમાં ભગવાન કૃષ્ણના મંદિર સાથે અનેક દેવતાઓને આવરી લેતા ભાગવત વિદ્યાપીઠ કેમ્પસમાં ઓનલાઇન ભક્તિના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.