કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય જે ભાષામાં વાત કરી એ નવું નથી. ભાજપની આજ રીત છે. અસામાજિક તત્વોનો ઉપયોગ કરી ડરનો માહોલ ઉભો કર્યો છે. રાજ્યના મુખ્યપ્રધાને આ અંગે જવાબ આપવો જોઇએ.
મધુ શ્રીવાસ્તવ જે ભાષા બોલી રહ્યા છે એ ભાજપની ભાષા છે. ભાજપ આવી ભાષાથી ચૂંટણી જીતવા નીકળી છે, પણ મતદારો તેમને જવાબ આપશે.