- સરકારે તમામ ધંધા સવારે 9થી બપોરના 3 સુધી ખોલવા માટેની છૂટ આપી
- માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી પ્રક્રિયા શરૂ કરાઈ
- માંડલ APMCમાં હરાજીમાં તેજી
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સરકારે આંશિક નિયંત્રણ પર રાહત આપી છે. જે નિયંત્રણો હતા, તે પણ હવે હળવા કર્યા છે. સરકારે ફરી એકવાર તમામ ધંધા સવારે 9થી બપોરના 3 સુધી ખોલવા માટેની છૂટ આપી છે. આજે શુક્રવારે માંડલ માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી થઈ હતી.
આ પણ વાંચો : માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું
APMCમાં સારા ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં આનંદની લાગણી
APMCમાં પણ રાબેતા મુજબ હરાજી શરૂ થઈ હતી. જેથી ખેડૂતો અને વેપારીમાં પણ રાબેતા મુજબ માર્કેટયાર્ડ શરૂ થતા ખુશી જોવા મળી હતી. આ હરાજીમાં જીરું, એરંડા, ઘઉં, અજમો, ઈસબગુલના પોષણ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.