ETV Bharat / city

makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...

આજે ઉત્તરાયણના દિવસે (Makar sankranti 2022) ઊંધિયું અને જલેબી આરોગવાનો રિવાજ છે, ત્યારે દર વર્ષે અમદાવાદવાસીઓ ઉતરાયણના પર્વ પર કરોડો રુપિયાનું ઊંધિયું આરોગતા હોય છે.

makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...
makar sankranti 2022: અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...
author img

By

Published : Jan 14, 2022, 3:34 PM IST

Updated : Jan 14, 2022, 6:00 PM IST

અમદાવાદ: શિયાળામાં મોટાભાગે દરેક પ્રકારની શાકભાજી મળતી હોય છે, જેમાંથી ઊંધિયું બને છે. ઉધીયું સુરતી વાનગી છે, જે ખુબ જ વખણાય છે. જો અમદાવાદની ઉત્તરાયણની (Makar sankranti 2022) વાત કરવામાં આવે તો પતંગ અને દોરીની સાથે અમદાવાદવાસીઓ આ દિવસે તલસાકળી, સિંગ ચીકી, જામફળ, બોર, શેરડી, ઊંધિયું અને જલેબી જેવા વ્યંજનો આરોગતા હોય છે. વહેલી સવારથી ઉંધિયા અને જલેબી ખરીદવા ફરસાણની દુકાન ઉપર અમદાવાદવાસીઓ લાઈન લગાવતા હોય છે.

અમદાવાદમાં ઉતરાયણના દિવસે આરોગાય છે કરોડો રૂપિયાનું ઊંધિયું...

ઊંધીયા જલેબીનો કરોડોનો વેપાર

છેલ્લા 30 વર્ષ કરતા પણ વધુ સમયથી જેમની પેઢી ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલી છે, તેવા હિતેશ નાગરે ETV ભારતને જણાવ્યું હતું કે, ઊંધિયાનો સ્વાદ દેશ-વિદેશમાં પ્રસરેલો છે. અમિતાભ બચ્ચને પણ ઊંધીયાના વખાણ કર્યા છે. દર વર્ષે ઉતરાયણના દિવસે અમદાવાદમાં 15 ટનથી વધુ ઊંધીયાનું વેચાણ થાય છે, જેની કિંમત કરોડોમાં થવા જાય છે. આ વર્ષે શાકભાજીના ભાવ વધુ હોવાથી ઊંધીયાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, ગયા વર્ષે 300 રૂપિયે કિલોની આસપાસ વેચાતું ઊંધિયું આ વખતે 400ની નજીક પહોંચ્યું છે.

અમદાવાદીઓએ માણી ઉત્તરાયણની મજા

આ વર્ષે પતંગ, દોરી, તલસાકળી, ઊંધિયું, જલેબી દરેકના ભાવમાં વધારો છે, પરંતુ વર્ષે એક વખત આવતી ઉતરાયણમાં અમદાવાદીઓએ પાછું વળીને જોયું નથી અને મન ભરીને દરેક વસ્તુઓની ખરીદી કરી છે.

આ પણ વાંચો:

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ

Uttarayan 2022: ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી

Last Updated : Jan 14, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.