ETV Bharat / city

અમદાવાદ: વટવા GIDCમાં લાગી ભિષણ આગ, ફાયરે બ્રિગેડ કોલ કર્યો જાહેર - fire news

અમદાવાદના વટવા-વિઝોલ રેલવે ફાટક પાસે આવેલ કેમિકલ કંપનીઓમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા દોડ ધામ મચી ગઇ છે. આગના ધડાકાઓ 5 કિલોમીટર સુધી સંભળાયા હોવાની માહિતી મળી રહી છે. મહત્વનું છે કે, ફાયરબ્રિગેડની 40 ગાડીઓ હાલ ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવી રહી છે. હાલ ફાયરનો બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. આગ આસપાસની 6 કેમિકલ કંપનીઓમાં આગ ફેલાઈ ચૂકી છે.

Fire Broke out
અમદાવાદ વટવા GIDCમાં આગ
author img

By

Published : Dec 9, 2020, 4:33 AM IST

Updated : Dec 9, 2020, 8:45 AM IST

  • અમદાવાદમાં વટવામાં વિઝોલ ફાટક પાસે કંપનીઓમાં ભયંકર આગ
  • કેમિકલ્સ કંપનીમાં લાગેલી આગમાં બ્લાસ્ટ થતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
  • ધડાકાના અવાજ ઇસનપુર સુધી સંભળાયા
  • રોડ પર પાર્ક વાહનો પણ આગમાં ભસ્મીભૂત થયા

અમદાવાદ શહેરના વટવા-વિઝોલ રેલવે ફાટક પાસે આવેલા માતંગી એન્ટરપ્રાઈઝ, જક્ષય નામની કેમિકલ કંપની અને જેક્શન નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. કોઈ એક કંપનીમાં કેમિકલના બ્લાસ્ટ થતા આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ અમદાવાદ શહેર ફાયર વિભાગને થતાની સાથે જ વિભાગની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી સાથે આગ એટલી વિકરાળ હતી કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

ટવા GIDCમાં લાગી ભિષણ આગ
  • વિકરાળ આગને કારણે ફાયર દ્વારા બ્રિગેડ કોલ કરાયો જાહેર

ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા છે. કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી સંભળાયા હતાં. ધડાકાઓ સાથે આગ લાગતા વિઝોલ અને વટવાના નાગરિકો ભર ઉંઘમાંથી જાગી ગયા હતાં. આગને કારણે લોકોના ટોળા ઉમટ્યા હતાં.

મહત્વનું છે કે, ઘટનાની જાણ થતાં વટવા GIDC પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મેથેમાઇલ નામનું કેમિકલ પદાર્થમાં બ્લાસ્ટ થયો હતો. જો કે હાલ આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી તો બીજી તરફ આગમાં કોઈને ઇજાગ્રસ્ત થયા છે કે નહીં તેની પણ હજી કોઈ માહિતી મળી નથી. જો કે, સાવચેતીના પગલે 4થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટૂ કરી દેવામાં આવી છે.

Last Updated : Dec 9, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.