ETV Bharat / city

Low Attendance of Students in Ahmedabad : ઓમિક્રોન ફેલાતા વાલીઓ અને શાળા સંચાલકો ચિંતામાં - ઓમિક્રોન વેરિયન્ટ

23 નવેમ્બરથી ધો. 1 થી 5ની શાળાઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન રીતે શરૂ થઈ છે. પણ આ નવા વેરિઅન્ટથી (Omicron Variant) શાળામાં બાળકોની સંખ્યા ફરી ઘટી (Low Attendance of Students in Ahmedabad ) છે. શાળામાં પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે પરંતુ વાલીઓમાં ક્યાંક હજુ ડર જોવા મળી રહ્યો છે તેના કારણે સંખ્યામાં ઘટાડો જેવા મળી રહ્યો છે.

Low Attendance of Students in Ahmedabad : વાલીમંડળે કહ્યું સરકારે સ્કૂલો ખોલવામાં ઉતાવળ કરી

author img

By

Published : Dec 7, 2021, 6:42 PM IST

Updated : Dec 7, 2021, 8:40 PM IST

  • રાજ્યમાં ધો. 1 થી 5ના વર્ગો શરૂ થયાં
  • વર્ગો શરૂ થયાના થોડા જ દિવસોમાં રાજ્યમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો
  • ગુજરાતમાં ઓમિક્રોન વાઈરસની એન્ટ્રીથી લોકોમાં ભય
  • સ્કૂલોમાં સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો : પ્રિન્સિપાલ

અમદાવાદ- રાજ્યમાં Omicron Variant ની દહેશત હવે ગુજરાત રાજ્યમાં વર્તાઈ રહી છે. નિયંત્રણો સરકાર દ્વારા લાદવામાં આવ્યા છે સાથે સાથે એસઓપી પણ નક્કી કરવામાં આવી છે. 23 નવેમ્બરથી ધો. 1 થી 5ની શાળાઓ પણ ઓનલાઈન અને ઓફલાઈન રીતે શરૂ થઈ છે. પણ આ નવા વેરિઅન્ટથી શાળામાં બાળકોની સંખ્યા ફરી ઘટી (Low Attendance of Students in Ahmedabad )છે. રાણીપમાં આવેલી ગીતા હાયર સેકન્ડરી શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે શાળાઓ શરૂ થઈ ત્યારે 175 વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણવા માટે આવતા હતાં. સાથે શાળામાં પણ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે પરંતુ વાલીઓમાં ક્યાંક હજુ ડર જોવા મળી રહ્યો છે તેના કારણે સંખ્યામાં ઘટાડો જેવા મળી રહ્યો છે.

સરકારે સ્કૂલો ખોલવામાં ઉતાવળ કરી : વાલીઓ

ત્યારે આ મામલે વાલી સ્વરાજ મંચના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે હાલમાં સ્કૂલો શરૂ કરી એ સારી બાબત છે. કેમ કે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સરકારનો નિર્ણય સારો છે. ત્યારે બીજી તરફ કહ્યું કે સરકારે સરકારને ખબર હતી કે કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) આવવાની છે તો સ્કૂલો ખોલવામાં ઉતાવળ ન કરવી જોઈએ. જ્યારે સ્કૂલો ખોલ્યા બાદ ફરીથી બંધ કરવાનો વારો આવશે તો વિદ્યાર્થીઓના ભણતર પર તેની અસર પડશે. જ્યારે વિદ્યાર્થીઓને હજુ રસી પણ આપવામાં નથી આવી અને બીજી તરફ સરકારે ઓફલાઇન વર્ગો પણ શરૂ (Low Attendance of Students in Ahmedabad ) કર્યા છે. ત્યારે સરકારે વિચારીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ત્યારે વાલીઓની રજૂઆત અમારી પાસે પણ આવે છે તેમાં વાલીઓ કહે છે કે Omicron Variant ને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. પણ ફરીથી શિક્ષણ બંધ કરાય તો બાળકોના ભણતર પર નેગેટિવ અસર પડશે.

વાલીઓમાં ક્યાંક હજુ ડર જોવા મળી રહ્યો છે તેના કારણે સંખ્યામાં ઘટાડો

સ્કૂલ પ્રિન્સિપાલનો અભિપ્રાય

સ્કૂલના પ્રિન્સિપાલ સરકારના નિર્ણયને આવકાર્યો છે પરંતુ હાલમાં Omicron Variant ને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી છે. હાલમાં સ્કૂલમાં તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોવા છતાં વાલીઓ પોતાના બાળકને સ્કૂલે મોકલવા તૈયાર નથી. જ્યારે પહેલા કરતા અત્યારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો (Low Attendance of Students in Ahmedabad ) જોવા મળ્યો છે. જ્યારે હવે ફરીથી સ્કૂલો બંધ કરવામાં આવશે તો સંચાલકો માટે પણ એક ચિંતાનો વિષય છે.

હવે આગામી સમયમાં Omicron Variant ના કેસો વધશે તો સ્કૂલોમાં ફરીથી ઓનલાઇન શિક્ષણ અમલી બનશે અને તેને લઈને વાલીઓમાં ચિંતા છે. કારણ કે ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી. જ્યારે હવે હાલમાં તો વાલીઓ અને સંચાલકોમાં ઓમિક્રોન વાયરસને લઈને ચિંતા જોવા મળી રહી છે કે જો કેસ વધશે તો શું થશે?

આ પણ વાંચોઃ રાજ્યમાં ધો. 1થી 5 ના વર્ગો શરૂ, શાળાઓની તૈયારી બાદ બાળકોને શાળામાં બોલાવાશે

આ પણ વાંચોઃ જામનગરની સરકારી સ્કૂલની ગંભીર બેદરકારી, ધોરણ 1થી 5 સુધીમાં માત્ર 2 શિક્ષક

Last Updated : Dec 7, 2021, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.