ETV Bharat / city

AMTS BRTSને કરોડોનું નુકસાન, શહેરીજનો કાગડોળે જોઇ રહ્યાં છે બસ શરુ થવાની રાહ - AMC

અમદાવાદ શહેરની ધોરીનસ ગણાતી લાલ બસ એટલે કે એએમટીએસ AMTS અને જનમાર્ગ- બીઆરટીએસ BRTS બસો કોરોનાના કારણે બંધ થયે લાંબો સમય થઇ ચૂક્યો છે. ધંધારોજગાર શરુ થયાં છે પણ તેના માટે કામદાર વર્ગ અને મધ્યમવર્ગીય નાગરિકો શહેરમાં અવરજવર માટે આ બંને બસ સેવાનો વ્યાપક ઉપયોગ કરે છે ત્યારે હવે ઝડપથી આ બસ સેવા શરુ થાય તેમ નાગરિકો ઇચ્છી રહ્યાં છે. સામે પક્ષે તંત્રને થઇ રહેલુ નુકસાન પણ ટાળી શકાશે.

AMTS BRTSને કરોડોનું નુકસાન, શહેરીજનો કાગડોળે જોઇ રહ્યાં છે બસ શરુ થવાની રાહ

author img

By

Published : May 26, 2021, 6:59 PM IST

  • 70 દિવસથી એએમટીએસ- બીઆરટીએસ સેવા બંધ
  • બસ સેવા બંધ રહેતા તંત્રને કરોડોનું નુકસાન
  • તંત્રની સાથેસાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર-કંડકટરને પણ રોજગારીની અછત

    અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે કોરોનાની સ્થિતિ ફરી એક વખત કાબૂમાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ વેપારધંધાને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સેવા અંદાજે બે મહિના કરતાં પણ વધુ સમયથી બંધ રહેતા તંત્રની આવક પર મોટી અસર જોવા મળી રહી છે. છેલ્લા 70 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને 12 કરોડનું અને બીઆરટીએસને 9 કરોડનો નુકસાન ભોગવવું પડ્યું છે. તો સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર અને કંડક્ટરની રોજગારી પણ બંધ થઈ ગઈ છે.
    હવે ઝડપથી આ બસ સેવા શરુ થાય તેમ નાગરિકો ઇચ્છી રહ્યાં છે

    આ પણ વાંચોઃ જો સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું તો…

    રોજના 25 લાખ રુપિયાની કમાણીનું નુકસાન

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા માર્ચ મહિનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે સામાન્ય દિવસમાં રોજની 25 લાખ કરતાં પણ વધારાની કમાણી કરતી બસો આજે બંધ છે ત્યારે તંત્રને મોટો ફટકો પડી રહ્યો છે. તાજેતરમાં જ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી, પરંતુ AMC તંત્ર દ્વારા જ્યાં સુધી કોઈ કોરોનાના કેસ સંપૂર્ણ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી બસ સેવા બંધ રાખવામાં આવશે તેઓ નિર્ણય લેવાયો છે.

એએમટીએસ AMTS અને બીઆરટીએસ BRTS બસ સેવા શરૂ કરવા માટેની માંગણી ઊઠી હતી. ત્યારબાદ કમિશનર દ્વારા અધિકારીઓ સાથેની મિટિંગ પણ કરવામાં આવી હતી અને મિટિંગની અંદર બસ સેવા શરૂ કરવા માટે ચર્ચા થઇ હતી. પરંતુ ક્યારે બસ સેવા પૂર્વવત કરવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તો બીજી તરફ ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા સાથે થયેલી વાતચીત પ્રમાણે બસ સેવા હાલમાં શરૂ નહીં થાય અને બસ સેવા ક્યારે શરુ કરવામાં આવશે તે અંગે નિર્ણય લીધા બાદ જ નક્કી કરાશે કે બીઆરટીએસ બસ સેવા પૂર્વવત ક્યારે થઈ શકશે.

શહેરીજનોને પારાવાર હાલાકી

મહત્વની વાત કરીએ તો અમદાવાદમાં નોકરિયાત વર્ગની સાથે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ધંધાદારીઓ સૌથી વધુ સિટી બસ સેવાનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય દિવસોમાં એએમમટીએસ રોજની 25 લાખ કરતાં પણ વધુ આવક ભેગી કરે છે ત્યારે છેલ્લાં 70 દિવસથી બસ સેવા સંપૂર્ણ બંધ છે જેના કારણે નુકસાન તંત્ર ભોગવી રહ્યું છે. સામે મોટાભાગના રિક્ષાચાલકો તેનો ફાયદો ઉઠાવતાં મનમાન્યાં ભાડાં વસૂલી કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ મ્યુકર માઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.