- ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો
- LLBમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરિપત્ર બહાર પાડ્યો
- નાપાસ વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરના વર્ગમાં બેસવા દેવા આદેશ
અમદાવાદ: વિદ્યાર્થીઓને હાજરીનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે શરતી મંજૂરી સાથે વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરના વર્ગમાં બેસવા દેવા માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આદેશ કરાયો છે. જ્યારે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકનમાં પાસ થાય છે તો કેટલીક કોલેજો દ્વારા લેટ ફી ઉઘરાવવામાં આવે છે, પરંતુ હવે કોલેજોએ લેટ ફી લીધા વગર આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવો પડશે. જ્યારે આ પરિપત્ર માત્ર LLB સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓ માટે જ બહાર પાડવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય
સામાન્ય રીતે પ્રોફેશનલ કોર્ષિસનો નિયમ છે કે, સેમેસ્ટર 1, 3 અને 5 માં નાપાસ હોય તો તે જ વર્ષમાં પરીક્ષા આપી શકાય છે, પરંતુ જો સેમેસ્ટર 2, 4 અને 6 માં વિદ્યાર્થી નાપાસ હોવ તો વિદ્યાર્થીનું એક વર્ષ બગડે છે. જ્યારે આ સમગ્ર બાબતમાં વિદ્યાર્થીઓને રાહત મળે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે હવે આવી પ્રક્રિયા દરેક વિદ્યાશાખા માટે કરે તેમાં નવાઈ નહિ.