ETV Bharat / city

Liquor smuggling in ST Bus Ahmedabad: ST બસમાં દારૂની હેરાફેરી, વિદેશી દારૂની 52 બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ

ST બસમાં દારૂની હેરાફેરી (Liquor smuggling in ST Bus Ahmedabad) કરતા બસના ડ્રાઇવરની પાલડી પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાન પરિવહન નિગમની જોધપુર ડેપોની ST બસમાંથી ડ્રાઇવરની સીટ પાસેથી જ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની ડિલિવરી માટે બસનો ડ્રાઇવર બેગ દીઠ 2 હજાર રૂપિયા લેતો હતો.

Liquor smuggling in ST Bus Ahmedabad: ST બસમાં દારૂની હેરાફેરી, વિદેશી દારૂની 52 બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ
Liquor smuggling in ST Bus Ahmedabad: ST બસમાં દારૂની હેરાફેરી, વિદેશી દારૂની 52 બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ
author img

By

Published : Mar 30, 2022, 10:50 PM IST

અમદાવાદ: દારૂની હેરાફેરીના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે, પરતું આરોપીઓ (Crime In Gujarat) પણ પોલીસ કામગીરી પારખી ગયા હોય તેમ દારૂની હેરાફેરી (Liquor smuggling in Gujarat) માટે નવા નુસખાઓ અપનાવી રહ્યા છે. પાલડી પોલીસે ST બસની આડમાં દારૂની હેરાફેરી (Liquor smuggling in ST Bus Ahmedabad) કરતા ડ્રાઇવરની ધરપકડ કરી છે. જ્યારે પાલડી પોલીસની ગિરફ્તમાં આવેલા શખ્સનું નામ ભવરસિંગ શેખાવત છે.

ST બસની આડમાં દારૂની હેરાફેરી

વિદેશી બ્રાન્ડની 52 જેટલી બોટલો મળી- આરોપીનું મૂળ કામ રાજસ્થાનથી મુસાફરો (rajasthan to gujarat bus) લઈને જેતે મુકામે પહોંચાડવાનું છે, પરતું શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં તેણે રાજસ્થાનથી દારૂની હેરાફેરી (Liquor smuggling from Rajasthan) શરૂ કરી છે. પાલડી વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન પરિવહન નિગમ (Rajasthan State Road Transport Corporation)ની જોધપુર ડેપોની ST બસ (ST bus of Jodhpur depot) ઝડપી તેમાં તપાસમાં કરતા ડ્રાઈવરની સીટ પાસેથી જ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 52 જેટલી બોટલો ભરેલી બેગ મળી આવી હતી.

આ પણ વાંચો: Police Porting Bootleggers in State : બુટલેગરને પોલીસ સ્પોર્ટ કરી રહી હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ

એક બેગ દીઠ 2 હજાર રૂપિયા લેતો હતો આરોપી- પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે, બસ ડ્રાઇવર ભવરસિંગ શેખાવત અત્યાર સુધી 10થી વધુ ટ્રીપ અમદાવાદમાં (Liquor smuggling In Ahmedabad) કરી ચુક્યો છે, જેમાં દારૂ ભરેલી બેગની ડિલિવરી કરવા એક બેગ દીઠ 2 હજાર રૂપિયા લેતો હતો. પોલીસે આરોપીની આકરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, રાજસ્થાનના જોધપુરનો રહેવાસી કિરણ મેવાડા નામનો ઈસમ આ દારૂ બસ ડ્રાઇવર ભવરસિંગને જોધપુરથી આપી અમદાવાદમાં પોતે જ આ દારૂના જથ્થાની ડિલિવરી લેતો હતો.

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : ભાજપના સભ્યો દારૂ અને દેહવિક્રયનો ધંધો ચલાવે છે : ગેની ઠાકોર

દારૂની હેરાફેરીનું મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા- ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વાસણા પોલીસે દાહોદથી અમદાવાદ આવતી ST બસ (ST Bus From Dahod To Ahmedabad)માં દારૂ લઈ આવતા ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરી હતી. તેવી જ મોડસ ઓપરેન્ડીથી ફરી એકવાર ST બસમાં દારૂનો જથ્થો લઈ આવતા બસ ડ્રાઇવર ઝડપાયો છે. આ મામલે મુખ્ય આરોપી પકડાયા પછી દારૂની હેરાફેરીનું મોટું રેકેટ સામે આવે તેમ છે. કારણ કે, આરોપી કિરણ મેવાડા જોધપુરમાં લિકર શોપ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કિરણ મેવાડાને પકડવા તજવીજ તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.