- ફાયર NOC માટે શાળાઓને 6 મહિનાનો સમય આપવા કરી માગ
- સ્કૂલ સીલ કામગીરી અટકાવવા કરી માગ
- અમદાવાદની 250થી વધુ અને નવસારીની 4 સ્કૂલને અપાઈ છે ક્લોઝર નોટીસ
અમદાવાદઃ ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ ગુજરાતે પત્ર લખ્યો છે. આ પત્રમાં સ્કૂલ સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી છે. ફાયર વિભાગ અને એએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને સ્કૂલ સંચાલકોમાં નારાજગી જોવા મળી હતી. સ્કૂલ સંચાલક મહાસંઘ દ્વારા સ્કૂલ સીલ કરવાની કામગીરી અટકાવવા માટે માગ કરવામાં આવી છે. અમદાવાદમાં 230 જેટલી સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી.
સ્કૂલ સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવશે
ફાયર વિભાગે શાળાઓને 7 દિવસમાં noc રજૂ કરવા માટે મુદત આપી આવી છે. ત્યારે તમામ સ્કૂલો ઝડપથી noc મેળવી લેવા માટે પડાપડી કરી રહી છે. સ્કૂલ સંચાલકોએ પત્રમાં લખ્યું છે કે જો આગામી સમયમાં ઉત્તર નહીં મળે તો સ્કૂલ સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રિયાલીટી ચેક- મોરબીની 802 શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇન સાથે શરૂ કરાયા 6થી 8ના વર્ગો
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફાયર સેફ્ટી ન ધરાવતી 122 શાળાઓને અપાઈ ક્લોઝર નોટિસ