- રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થવાનો મામલો
- રાજ્યના શિક્ષક સંગઠન દ્વારા સરકારમાં રજૂઆત કરવામા આવી
- સ્કૂલોમાં શિક્ષકોને 50 ટકાના આધારે ઓડ ઇવન પધ્ધતિથી બોલાવવા માંગ
- જીસીઆરટી દ્વારા પણ સામાયિક એકમ કસોટી મોકૂફ રાખવા પત્ર લખ્યો છે
અમદાવાદઃ કોરોનાના સમયે શિક્ષકોને અનેક કોવિડની કામગીરી સોંપવામાં આવે છે. ત્યારે શિક્ષકો માટે અનેક મુશ્કેલીઓ ઉભી થયા છે. ત્યારે જીસીઆરટી દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને સામયિક એકમ કસોટી મોકૂફ રાખવા સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને 50 ટકાના આધારે ઓડ-ઇવન પદ્ધતિથી સ્કૂલમાં બોલાવવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશને કોરોના સંક્રમણ વધતા 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો
સરકાર વિચારણા કરીને આગામી નિર્ણય લેશે
આ સમગ્ર મામલે સરકાર વિચારણા કરીને આગામી નિર્ણય લેશે. ત્યારે હાલમાં તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માગ કરવામાં આવી છે. ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓના ઘરે જઈને પ્રશ્નપત્ર આપવાના હોય છે. ત્યારે આગામી સમયમાં સરકાર માગ સ્વિકારે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.