- ફાયર સેફ્ટી NOC લેવા તમામ સ્કૂલોને DEOએ પત્ર લખ્યો
- 12 માર્ચ સુધીમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા ફરજિયાત
- ફાયર સેફ્ટી મામલે સંચાલકની જવાબદારી નક્કી કરાઈ
અમદાવાદ: ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા ફરજિયાત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોને ફાયર સેફ્ટીની એનઓસી લેવા આ મામલે પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાઈકોર્ટના ચુકાદા અનુસાર દરેક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી ફરજિયાત છે. જેથી અવારનવાર ફાયરને લગતી ઘટનાઓને રોકી શકાય. વિભાગે નક્કી કરેલા નિયમ મુજબ શાળાના વર્ગખંડ પ્રાર્થના ખંડ વિજ્ઞાન ખંડમાં 12 માર્ચ સુધીમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા ફરજિયાત છે.
બેદરકારી થઈ તો શાળા સંચાલક જ તે માટે જવાબદાર
ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાવ્યા બાદ તે જ દિવસે શાળાના શિક્ષણ નિરીક્ષકને નક્કી કરેલા ફોર્મેટમાં તાત્કાલિક આપી હતી. જેથી તે શાળાનું નામ ચીફ ફાયર ઓફિસરને મોકલી NOC મેળવવાની ઝડપથી પ્રક્રિયા થઈ શકે. જે શાળામાં ફાયરસેફ્ટી ઇન્સ્ટોલ કરવી છે તેમને એક દિવસમાં વિગતો આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે બેદરકારી થઈ તો શાળા સંચાલક જ તે માટે જવાબદાર રહેશે.
આ પણ વાંચો : NOC વગરની બિલ્ડીંગને સીલ મારતું ગાંધીનગર ફાયર વિભાગ