ETV Bharat / city

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા કરાયા દાખલ - Ahmedabad Legislative Assembly

હાર્ટની સમસ્યાના કારણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી યુ.એન.મહેતામાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના બુલેટિન પ્રમાણે હાલ સ્થિતિ ખુબજ સ્થિર હોવાનું જણાવ્યું છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત બગડતા કરાયા દાખલ

author img

By

Published : Apr 6, 2021, 10:52 PM IST

  • વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી
  • ગાંધીનગર સિવિલથી UN મહેતામાં રાજેન્દ્ર ત્રિવેદીને ખસેડવામાં આવ્યા હતા
  • હાર્ટની સમસ્યાના કારણે UN મહેતામાં ખસેડાયાની માહિતી

અમદાવાદઃ 5 એપ્રિલે મોડી રાત્રે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત અચાનક લથડતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને છાતીમાં દુ:ખાવો અને ગભરામણની તકલીફ થતા સૌ પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક ચકાસણી કર્યા બાદ તેમને અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગુમાવ્યા પિતા, હાર્ટ એટેકથી નિધન

ઇમરજન્સીમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી યુ.એન.મહેતામાં ખસેડાયા છે. હાર્ટની સમસ્યાના કારણે યુ.એન.મહેતામાં ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સિનિયર ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા ઇમરજન્સીમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ સ્ટેબલ છે.

આ પણ વાંચોઃMDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું હાર્ટ-અટેકથી નિધન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.