અમદાવાદ: વિરમગામ પાટડી તાલુકાના મજેઠી ગામે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય અતિથિ પ્રશાંત ચાવડા (વકીલ, ગુજરાત હાઇકોર્ટ અને લીગલ એડવાઇઝર, દલિત અધિકાર કિરીટ રાઠોડ (સંયોજક દલિત અધિકાર મંચ) નવઘણ પરમાર, ખોડાભાઈ રાઠોડ, પ્રવીણભાઈ માસ્તર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સેમિનારમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને યુવાનો હાજર રહ્યા હતા. જેમાં પ્રશાંતભાઈ ચાવડા વકીલ દ્વારા આસપાસના ગામોના લોકોને મૂંઝવતા સવાલોમાં કાનૂની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કિરીટ રાઠોડ દ્વારા પણ તાલુકાના અનુ.જાતિના અધિકારો વિશે વાત કરી હતી. આ સમગ્ર સેમિનારનું સંચાલન સ્થાનિક જીવનભાઈ, સેંધાભાઈ, દશરથભાઈ અને ખોડાભાઈ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
દલિત અધિકાર મંચ દ્વારા કાનૂની જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લોકોને મૂંઝાતા સવાલોમાં કાનૂની માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.