ETV Bharat / city

ટ્રાફિક નિયમમાં હવે પોલીસકર્મીઓ અને સરકારી કર્મીઓની ખેર નહીં - ahmedabad trafic department

કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર પોલીસે ઇ-મેમો અને દંડ વસુલાતની કામગીરી શરૂ કરી છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન નહિ કરનારાઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને કાયદો તમામ માટે સરખો લાગુ હોય છો, તેથી પોલીસ પણ ભંગ કરે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટ્રાફિક નિયમમાં હવે પોલીસકર્મીઓ અને સરકારી કર્મીઓની ખેર નહીં

author img

By

Published : Jul 27, 2021, 4:39 PM IST

  • સરકારી કર્મીઓ અને પોલીસ કર્મીઓની હવે ખેર નહિ
  • ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યહવાહી કરાશે
  • ટ્રાફિક વિભાગ દ્વારા એક અઠવાડિયું ડ્રાઇવ ચલાવવામાં આવશે

અમદાવાદ: ટ્રાફિક નિયમોના ભંગ કરતા શહેરીજનો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય, પરંતુ પોલીસ કાયદાનો ભંગ કરે, ત્યારે ખુદ પોલીસકર્મી તેના પર કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવા જ કેટલાક પોલીસકર્મીઓ કે જો કાયદાનો ભંગ કરતા હોય છે, તેમના વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઇવ યોજી કાયદાનો પાઠ ભણાવવા પ્રયાસ કર્યો છે.

ટ્રાફિક નિયમમાં હવે પોલીસકર્મીઓ અને સરકારી કર્મીઓની ખેર નહીં

આ પણ વાંચો- ઓડિશામાં ટ્રક ચલાવતા ડ્રાઈવરે હેલમેટ ન પહેરતા રૂ. 1,000નો દંડ

એક સપ્તાહ સુધી ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવશે

સતત એક સપ્તાહ સુધી ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવશે. જેમાં હેલમેટ કે માસ્ક વિના ફરતા પોલીસ કર્મીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ફોરવ્હીલર લઈને નીકળતા અને બ્લેક ફિલ્મ સાથેની કાર પર પોલીસના વાહનો સામે પણ પૂરી કડક કાર્યવાહી કરવા ટ્રાફિક વિભાગે સૂચના આપી છે.

આ પણ વાંચો- વડોદરા પોલીસનું હવે ડિજિટલ માર્ગ તરફ પ્રયાણ

પોલીસકર્મી કાયદાનો ભંગ કરશે તો તેમનો રિપોર્ટ ડીસીપીને કરાશે

અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઇવ યોજવામાં આવી રહી છે, ત્યારે નિયમનો ભંગ કરતાં પકડાય તેવા પોલીસ કર્મીઓ સામે તેમના ડિવિઝનના ડીસીપી અંગે પણ રિપોર્ટ કરવામાં આવશે, સાથે જ ખાનગી વાહનોમાંથી અથવા પોલીસ લખેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત જેટલા પણ પોલીસ કર્મીઓ કાયદાનો ભંગ કરશે, તેમનો રિપોર્ટ ડીસીપીને સોંપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.