ETV Bharat / city

Makar Sankranti 2022: શા માટે મકરસંક્રાતિ પર ઉડાવવામાં આવે છે પતંગ, જાણો ઈતિહાસ... - પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ

હિન્દુ ધર્મમાં તમામ તહેવારો તિથિ પ્રમાણે ઉજવાય છે, જ્યારે ઉત્તરાયણ એ એક જ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિનામાં તારીખ પ્રમાણે ઉજવાય છે. દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ- મકરસંક્રાતિ આવે છે. સૂર્ય (makar sankranti surya) ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે તે સંક્રાતિને મકરસંક્રાતિ કહે છે. આ દિવસે પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ (Makar Sankranti ka Mahatva) છે. આવો જાણીએ મકરસંક્રાતિએ પતંગ કેમ ઉડાડાય છે?

makar sankranti 2022
makar sankranti 2022
author img

By

Published : Jan 13, 2022, 8:52 AM IST

Updated : Jan 13, 2022, 9:35 AM IST

અમદાવાદ: ઉત્તરાયણના (makar sankranti meaning) દિવસે નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધો પતંગ ચગાવીને મનોરંજન માણે છે. પગંત ચગાવવાનો અને પેચ લડાવવાના અને કાઈપો છે...ની બૂમો પાડવાની. પતંગ ચગાવવા માટે દરેક લોકો પોતાના ઘરના ઘાબા પર ચડે છે. પતંગ ચગાવવાની સાથે સાથે તલ સાંકળી અને સિંગની ચિક્કી ખાઈને આનંદ માણે છે. સાથે જ ઊંધીયુ- જલેબીની જયાફત ઉડાવે છે.

શ્રી રામચરિત માનસમાં પતંગ ઉડાડવાનો છે ઉલ્લેખ

પતંગ ચગાવવાની પરંપરાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં તુલીસીદાસે કર્યો છે. બાલકાંડમાં ઉલ્લેખ છે કે, રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈન્દ્રલોક મે પહોંચ ગઈ, એક વખત રામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી. તે શ્રી રામની પતંગ ઈન્દ્રલોક પહોંચી ગઈ હતી, જે જોઈને દેવરાજ ઈન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ પતંગને પકડી લીધી અને વિચારવા લાગી.

જાસુ ચંગ અસ સુંદર તાઈ. સો પુરુષ જગ મે અધિકાઈ

પતંગ ઉડાડનાર તેને જરૂર લેવા આવશે. ઘણી રાહ જોયા પછી પણ પતંગ પાછી ન આવી, જેથી શ્રી રામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારના દર્શન કર્યા પછી જ પતંગ પરત આપવા જણાવ્યું હતું અને શ્રી રામના ચિત્રકુટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછી આપી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, પતંગ ઉડાવવાની પ્રથા પ્રાચીન છે.

14 જાન્યુઆરીએ સૂર્ય ઉપાસનાનો દિવસ

ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય (Relationship between Makar Sankranti and kite) પાસે કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવાની હોય છે. સૂર્યની ઉપાસનાથી અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે. આ સમયે ઉત્તર દિશા તરફ વાતા પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી થાય છે, તેમજ આ દિવસે સૂર્યની સામે રહેવું વધુ વધુ ગુણકારી છે. સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ થાય છે.

ચીનમાં 3000 વર્ષ જૂનો પતંગનો ઈતિહાસ

ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની પરંપરા થઈ ગઈ છે. પતંગના ઈતિહાસ પર નજર કરીએ તો પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલા થઈ હતી, ત્યારે પતંગ સિલ્કના કાપડમાંથી બનતો હતો. ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ઈન્ડોનેશિયાની ગુફામાં પણ પતંગના ચિત્રો જોવા મળે છે.

ગુજરાતમાં સવિશેષ મહત્વ

ગુજરાતમાં ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાતિના દિવસે જૂનું ત્યજીને નવું અપનાવવાનો દિવસ છે. આ દિવસે ઘઉ, બાજરી કે જુવારનો ખીચડો બનાવાય છે અને બહેન દીકરીઓને ખવડાવવાથી પુણ્ય મળે છે. ઘઉની ઘુઘરી બનાવીને ગાયોને ખવડાવાય છે. ગાયને ઘાસ ચારો ખવડાવવાથી પુણ્યબળની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાતિના દિવસે દાન, પુણ્ય અને પવિત્ર નદીઓ સંક્રાતિ સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. તલથી બનેલી વસ્તુઓનું દાન કરાય છે, જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

ઘનારક પૂરા અને માંગલિક કાર્યોનો પ્રારંભ થશે

14 જાન્યુઆરીના દિવસથી ધનારક કમુરતા સમાપ્ત થાય છે અને તે પછીના દિવસોમાં શુભ કામ અને માંગલિક કાર્યો થાય છે. મકરસંક્રાતિ પછી ગૃહપ્રવેશ, લગ્ન અને વેપારનું શુભ મુહૂર્ત કરી શકાય છે. ભારત સહિત ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાં પતંગ ચગાવીને ભગવાન સૂર્યનારાયણનું સ્વાગત કરાય છે.

આ પણ વાંચો: Surat Donate Life Drive : ઉતરાયણના પર્વ પર 5 લાખ લોકો સુધી પહોંચશે પતંગ પર લખાયેલો અંગદાન સંદેશ

આ પણ વાંચો: સુરતમાં દેશ-વિદેશના 150 પતંગબાજો અવનવા કરતબો બતાવશે

Last Updated : Jan 13, 2022, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.