અમદાવાદઃ સામાન્ય રીતે લોકો માનસિક બીમારીની અવગણના કરતા હોય છે પરંતુ કોરોના વાઈરસને કારણે આ બીમારીમાં વધારો જોવા મળ્યો છે. જેને કોઈપણ ભોગે નજરઅંદાજ નહીં કરી શકાય. માનસિક આરોગ્ય અન્ય કોઈ ચિંતાને કારણે બગડતું હતુ પરંતુ કોરોના વાઈરસને કારણે તેની વ્યાખ્યા બદલાય ગઈ છે અને હવે ક્વોરન્ટાઈન, આઈસોલેશન અને લોકડાઉનથી લોકો માનસિક તણાવ અનુભવી રહ્યાં છે.વ્યક્તિ એકબીજા સાથે મળીને વાતચીત કર્યા વગર રહી શક્તો નથી એટલા માટે લોકડાઉનથી તેઓમાં ચિંતા, તણાવ, ડર અને ડિપ્રેશન વધી રહ્યું છે. પોસ્ટ કોવિડ બાદ ઘરેલુ હિંસાના કેસ પણ વધી શકે છે. લોકડાઉનમાં માનસિક તણાવની અસર છ ગ્રુપમાં જોવા મળી શકે છે.
કોરોનાઃ લોકોની માનસિક સ્થિતિ પર કેવી અસર પડી છે જાણો સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી પાસે - Psychologist Dr. Prashant Bhimani
કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને કોરોના સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે તેવામાં દુનિયાના અનેક શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. અને લોકો ઘરેથી જ કામ કરી રહ્યાં છે. જોકે અનલોક પણ ઘણા દેશોમાં લાગુ કરવામાં આવ્યું છે તેમ છતાં હજી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે અને લોકડાઉનના લીધે તેમની માનસિક સ્થિતિ પર વધુ અસર થઈ છે.