- કેન્દ્ર સરકારના બજેટની ગણતરીના દિવસો બાકી
- સામાન્ય જનતાની બજેટ સાથેની અપેક્ષા વધી
- આત્મનિર્ભર ભારત માટે થઈ શકે છે નવી સ્કીમ જાહેર
અમદાવાદ: ગત વર્ષ એટલે કે 2019-20 માં 30.42 કરોડનું બજેટ મુકાયું હતું. જે 2018-19ની સરખામણીએ 12 ટકા વધુ હતું. આવનારા બજેટ સાથે દેશના દરેક વ્યક્તિની આશાઓ એટલા માટે વધુ પ્રબળ બની છે કારણ કે લોકડાઉનને કારણે મોટાભાગનાં લોકો બેરોજગાર થયા છે. વર્ષ 2021-22નાં બજેટને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે બે તજજ્ઞો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે બજેટમાં કેવા સુધારા હોવા જોઈએ અને બજેટ પાસેથી શું આશા રાખી શકાય?
તજજ્ઞો પાસેથી જાણીએ કે બજેટમાં શું સુધારા હોવા જોઈએ? કોરોનાને કારણે પડી ભાંગેલા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉભી કરવી જોઈએટેક્સ એક્સપર્ટ ધીરેશ શાહનું કહેવું છે કે, નવા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી અને ઝડપથી પ્રોસેસ પૂરી થાય તે માટેનો સહકાર સરકારે આપવો જોઈએ. આ ઉપરાંત રોજગારીની તકોમાં પણ વધારો થવો જોઈએ. અમદાવાદનાં ચાર્ટર્ડ કાઉન્ટ સુનીલ તલાટી કહે છે કે, ટેક્સ સ્લેબમાં કોઈપણ ફેરફારની જરૂર નથી. નવા બજેટમાં ટેક્સમાં વધારો કરવાની પણ જરૂર નથી. તેની સામે હોટેલ્સ અને ટુરીઝમ સેક્ટર્સમાં કે જ્યાં કોરોનાને કારણે માઠી અસર થઇ છે તેવા સેક્ટર્સમાં રોજગારીની તકો જેમ બને તેમ વધુ ઉભી કરવી જોઈએ.