- સરસપુર રખિયાલ વોર્ડએ આપ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર, પાયાના જ પ્રશ્નો અદ્ધરતાલ
- વૉર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઝંખતા મતદારો
- મતદારોનો મિજાજ બનશે હાર જીત માટે નિર્ણાયક
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે 27 સરસપુર રખિયાલ વૉર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ રહેલી છે અને તેનો ઉકેલ શું છે. તે જાણવા માટે ઇટીવી ભારતની ટીમ સરસપુર રખયાલ વૉર્ડમાં પહોંચી હતી અને નાગરિકો સાથે ચર્ચા કરી હતી.
ઓનલાઇન ફરિયાદનો નંબર લાગતો ન હોવાની પણ લોકોની ફરિયાદો
ભગવાન જગન્નાથજીના મોસાળ તરીકે પ્રખ્યાત સરસપુરના રહીશો આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને વધુ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઇ મતદારોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 1986 થી મ્યુનિસિપલ સ્કૂલમાં ભણેલા સરસપુર રખિયાલ વૉર્ડમાં પાણી, ગટર, ટ્રાફિક જેવી સમસ્યાઓ પ્રવર્તી રહી છે. રહીશોના મતે મ્યુનિસિપલમાં ઓનલાઈન ફરિયાદ કરતા હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી ઓનલાઇન ફરિયાદનો નંબર લાગતો ન હોવાની પણ લોકોની ફરિયાદો છે. આ વૉર્ડમાં કુલ નાની-મોટી મળીને પંદર જેટલી પૂર્વ આવેલી છે. જેમાંથી મોટા ભાગના મકાનો પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. ભૂતકાળમાં આ વોર્ડમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર પણ બન્યા હોવા છતાં પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી વર્ષો જૂની માંગણીઓ છતાં શારદાબેન હોસ્પિટલનું નવું બિલ્ડિંગ પણ છે વર્ષ 2000 પછી બન્યું છે.
વર્ષો જુની પોળોમાં જર્જરિત મકાનો
શારદાબેન હોસ્પિટલની પાછળ મ્યુનિસિપલ શાકમાર્કેટ હોવા છતાં લારીઓ બહાર રોડ ઉપર ઉભી રહે છે. જેના કારણે ટ્રાફિક જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. જે ખૂબ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે. સરસપુર ગામનું પોટલીયા તળાવ હતું. તે બુરી દેવાયું છે તેના પર સ્નાનાગર અને અર્બન હેલ્થ સેન્ટર ઉભું કરી દેવાયું છે. વર્ષો જૂની પોળોના મકાનો પણ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે મકાન પડી જતાં મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે, રથયાત્રા દરમિયાન આવા જર્જરિત મકાનો જોખમી બની શકે છે.
વૉર્ડમાં ક્યાં પ્રકારની સમસ્યા
સરસપુરમાં પીવાનું પાણી અપૂરતું અને ઓછા પ્રેશરથી આવી રહ્યું હોવાની વર્ષોજૂની ફરિયાદ છે. જૂની લાઈનો હોવાથી લીકેજના કારણે કેટલીકવાર ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાની પણ રહીશોની મુખ્ય ફરિયાદ છે. પાણી આવવાની દસ મિનિટ સુધી તો પાણી ગંદુ આવતું હોય છે. જેના કારણે વારંવાર પાણીજન્ય રોગો ફેલાતા હોય છે. ચોમાસામાં આ વૉર્ડમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઊભી થતી હોય છે. સ્ટ્રોમ વોટરલાઇન મજબૂત માળખું ન હોવાથી લોકો દર વર્ષે હાલાકી ભોગવી રહ્યા છે. તેને જ લાઈનમાં વારંવાર ઉભરાતી ગટરોના કારણે અનેક મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાંકડો રસ્તો હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. રિક્ષા ચાલકોના ત્રાસના કારણે મોટાભાગે ચક્કાજામ રહેતો આ વિસ્તાર લોકો માની રહ્યા છે