ETV Bharat / city

LCBના કોન્સ્ટેબલે 40,000ની લાંચ માંગી, વરલીમટકાનો ધંધો કરવાના બહાને દમ માર્યો - ભ્રષ્ટાચાર

અમદાવાદ ગ્રામ્યના LCBના કોન્સ્ટબલ વતી ખાનગી વ્યક્તિ 40,000ની લાંચ લેતા ઝડપાઈ ગઈ હતી. એલસીબી કોન્સ્ટેબલે ફરિયાદી પર ખોટા આરોપો મૂકી હપ્તાના 40,000 માગ્યા હતા. 40,000ની લાંચ સ્વીકારનાર ખાનગી વ્યક્તિ ઝડપાયો છે જ્યારે કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે.

LCBના કોન્સ્ટેબલે 40,000ની લાંચ માંગી, વરલીમટકાનો ધંધો કરવાના બહાને દમ માર્યો

author img

By

Published : Jun 8, 2020, 4:57 PM IST

અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ ફરિયાદી પાસે વરલી મટકાનો ધંધો કરે છે તેમ કહીને 40,000 રૂપિયાની માગણી કરી હતી, જે ફરિયાદી આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ એસીબી દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કોન્સ્ટેબલ જગદીશ ચાવડા વતી ખાનગી વ્યક્તિ દશરથ ચાવડાએ લાંચ રકમ લીધી હતી જેને એસીબીએ લાંચ લેતાં ઝડપી લીધો હતો.

આ મામલે દશરથ ઠાકોરની એસીબીએ ધરપકડ કરી છે અને કોન્સ્ટેબલ જગદીશ ચાવડા પકડાયો નથી, જેની એસીબીએ શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.