ETV Bharat / city

કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં હોળી ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ઉજવણી મોકૂફ - કુમકુમ સ્વામિનારાયણ મંદિર

ગુજરાતમાં હોળી ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે, પણ ગુજરાતમાં છેલ્લા પાંચ-છ દિવસથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેને પગલે અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરે ફુલદોલોત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

કુમકુમ સ્વામિનારાયણ મંદિર
કુમકુમ સ્વામિનારાયણ મંદિર
author img

By

Published : Mar 20, 2021, 5:25 PM IST

  • હોળી-ધૂળેટીએ ફુલદોલોત્સવ મોકૂફ
  • સ્વામિનારાયણ મંદિરોમાં નહીં ઉજવાય ઉત્સવ
  • ઘરમાં જ રહીને ઉજવણી કરવા અપીલ

અમદાવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 200 વર્ષથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના વાઇરસને કારણે એક સાથે વધુ માણસો ભેગા થાય તે હિતાવહ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ વર્ષે હોળી-ધુળેટીમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો - કોરોનાએ ફિક્કો પાડ્યો ધુળેટીનો રંગ, જાણીતી ક્લબોએ કરી સામૂહિક ઉજવણી રદ્દ

સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જ કહ્યું છે

કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું છે કે, સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવો ઉજવવા જોઈએ, કોઈક વખત લાખો રૂપિયાના ખર્ચ કરીને અને લાખો માણસોને ભેગા કરીને ઉત્સવ ઉજવાય અને કોઈ વખત ભગવાનના ચરણમાં તુલસીપત્ર મૂકીને પણ ઉત્સવ ઉજવાય છે. માટે સમય સંજોગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે એમાં જ ભગવાનનો રાજીપો છે. જે માટે હાલ કોરોના વાઇરસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સૌ કોઈએ હોળી-ધુળેટીમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં ભેગા થવું ન જોઈએ અને ઘરમાં રહીને જ તેની ઉજવણી કરવી જોઈએ એમાં જ આપણા સૌ કોઈનું હિત રહેલું છે.

આ પણ વાંચો - કોરોના સંક્રમણને લઈ વડતાલ ધામનો રંગોત્સવ રદ્દ

કોરોના વાઇરસથી હતાશ થવાની જરૂર નથી

બીજી વાતએ કે, હોળીના તહેવારની અંદર આપણે કોરોના વાઇરસથી જો હિંમત હારી ગયા હોઈએ તો આપણે હતાશાને હોળીમાં હોમી દેવી જોઈએ અને આપણે સૌ કોઈએ હિંમતવાન થવું જોઈએ અને એકસાથે બધાએ ભેગા થઈને કોરોના વાઇરસની સામે લડવું જોઈએ અને આપણે સૌ કોઈ એક સાથે લડીશું તો કોરોના વાઇરસ સામે વિજય મેળવી શકીશું.

આ પણ વાંચો - કોરોના વાઇરસના વધતા સંક્રમણ પગલે વડતાલધામનો રંગોત્સવ રદ્દ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.