- બાળકને ત્યજી દેવાના કિસ્સામાં દિવસે દિવસે વધારો
- બાળકને ત્યજી દીધા બાદ બાળકનું કોણ એ મોટો પ્રશ્ન
- ત્યજી દીધેલા બાળકને શિશુગૃહમાં મોકલવામાં આવે છે
- બાળકને દત્તક લેવા માટે એક વર્ષ જેટલી રાહ જોવી પડે
અમદાવાદ : સામાન્ય સંજોગોમાં પારિવારિક ઝગડાઓ અને પ્રેમ પ્રકરણમાં બાળકને ત્યજી (Abandoned child ) દેવામાં આવતું હોય છે, ત્યારે બાળકનું કોણ એ પ્રશ્ન સૌ કોઈને સતાવતો હોય છે. જે જગ્યાએથી બાળક મળી આવ્યું હોય, ત્યાંના સ્થાનિક PI દ્વારા આ બાળકને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, આ ઉપરાંત જ્યાં સુધી તેના માતાપિતાની ઓળખ ન થાય ત્યાં સુધી તેને શિશુગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય છે. આ સાથે જ બાળકને કોઈ દંપતી દત્તક(Adopted child ) લેવા માંગતી હોય તો તેને 1 વર્ષ જેટલી રાહ જોવી પડે છે.
બાળકને દત્તક લેવા લેવી પડે છે ઓથોરિટીની અનુમતી
આવી ઘટનાઓમાં સ્થાનિક PI દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામા આવે છે, આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો પણ લેવામાં આવે છે. જો બાળકના પણ માતાપિતાની કોઈ માહિતી ન મળે તો એક ચાર્જશીટ તૈયાર કરવામાં આવે છે, જે MNC માં રજૂ કરવામાં આવે છે. આ કાર્યવાહીમાં 3 થી 4 મહીના લાગે છે. આ સાથે જ બાળક શિશુગૃહમાં હોય ત્યારે કોઈ દંપતિ દ્વારા તેને દત્તક લેવું હોય તેવા સંજોગોમાં આ બાબતની સેન્ટ્રલ ઓથોરિટીને બાળકના દત્તક અંગે નોંધણી કરવામાં આવે છે. આ ઉપરાંત, આ ઓથોરિટીમાં જે લોકો બાળક દત્તક લેવા માંગતા હોય તે લોકોની પણ નોંધણી કરવામા આવતી હોય છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયામાં લાગે છે એક વર્ષ જેટલો સમય
જે દંપતીએ બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવી હોય તેની ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે, ત્યારબાદ કોર્ટનો એક ઓડર લેવામાં આવે છે જેમાં બાળક દત્તક લેવા સક્ષમ છે કે નહીં, આટલું જ નહીં તેનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવે છે, ત્યારે ગાર્ડસ એન્ડ ગોર્ડીયન્સ એક્ટ હેઠળ સમગ્ર પ્રક્રિયા ચલાવવામાં આવે છે, આ એક્ટમાં જે તે પરિવાર કે દંપતી બાળક લેવા સક્ષમ છે કે નહીં તેનો ઉલ્લેખ થતો હોય છે. આ ત્યારબાદ આ એક્ટ હેઠળ કોર્ટ બાળકનું ફ્યુચર, વેલ્ફેર પ્રમાણે પરિવાર કે દંપતી પાસે બાંહેધરી લે છે. આ ત્યારબાદ કોર્ટ ઓડર કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવામાં અંદાજે એક વર્ષ જેટલો સમય લાગે છે અને ત્યારબાદ જે તે દંપતી કે પરિવારને બાળક સોંપવામાં આવે છે.
બાળક દત્તક લેવા ગણતરીની કલાકોમાં જ અનેક ફોન
હાલમાં જ ગાંધીનગરમાં પેથાપુર ખાતેથી એક ત્યજી દિધેલું બાળક મળી આવ્યું હતું. જેને દત્તક લેવા માટે માત્ર ગણતરીની કલાકોમાં જ સરકારને અનેક ફોન આવ્યા હતા, પરંતુ જ્યારથી તેમના માતાપિતાની જાણ થઈ હતી અને તે બાબતે ચોંકાવનારી માહિતી સામે આવતા, આ ઉપરાંત, કાયદાની આંટીઘુંટીને લઈને બાળકને દત્તક લેવા માટે કોઈ પણ ફોન ન આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. હાલ આ બાળકને શિશુગૃહમાં રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: