- વટવામાં વિકાસનાં કામોનો જનતામાં મિશ્ર પ્રતિસાદ
- સોસાયટીમાં પાણી, ગટર, રોડનાં કામો થયાં હોવાનાં અહેવાલો
- વટવામાં મહાલક્ષ્મી અને વાંદરવટ તળાવ હજુ પણ ઝંખે છે વિકાસ
અમદાવાદ: વટવા વિસ્તારનાં લોકોનું કહેવું છે કે કોરોના મહામારીના સમયે તમામ કાઉન્સિલરો ઉભા પગે સોસાયટીઓ માટે સેવાઓ આપી રહ્યા હતા. આ ઉપરાંત ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ પોતાના મત વિસ્તારના લોકોનો ખૂબ ધ્યાન રાખ્યું હતું. સ્થાનિક પ્રશ્નોને લઈને જ્યારે પણ વિસ્તારના લોકો સ્થાનિક કાઉન્સિલર કે ગૃહ પ્રધાન પાસે ગયા છે ત્યારે તેમની તમામ અરજીઓ સાંભળવામાં આવે છે. આ જોતા વટવાનાં લોકોમાં ભાજપ પક્ષ માટે વધુ લાગણીઓ ખીલી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી: જાણો વોર્ડમાં થયેલા વિકાસ અંગે શું કહે છે વટવાનાં રહિશો મહાલક્ષ્મી અને વાંદરવડ તળાવનું ડેવલપમેન્ટ બાકીમહાલક્ષ્મી અને વાંદરવટ તળાવ ડેવલપમેન્ટ પાછળ કેટલાક વર્ષો પહેલા બજેટ ફાળવવામાં આવ્યું હતુ, પરંતુ તેમ છતાં અહીં ડેવલપમેન્ટનાં કોઈ કામ કરવામાં આવ્યા નથી. તળાવનાં દૂષિત પાણીનાં કારણે આસપાસ રહેતા રહિશોને મચ્છરોનો ઉપદ્રવ સહન કરવો પડી રહ્યો છે. દૂષિત પાણીની સમસ્યાને કારણે જાહેર જનતાનું આરોગ્ય પણ જોખમાયું છે. વટવા વિસ્તાર મોટાભાગે લઘુમતી વિસ્તાર પણ છે ત્યારે કેટલાક લઘુમતિ વિસ્તારોમાં પીવાનું પાણી, ઉભરાતી ગટરો, રોડ અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ પણ ન પહોંચી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.